________________ યાત્રા 3 છે. (85) કાઢી બતાવે છે. તેવી રીતે જે કેવળજ્ઞાની પુરૂષે છે, તેઓ “આત્મા તે પરમાત્મા છે એવું કહે છે અને શુદ્ધ આત્માની સાથે મળેલા જડકર્મોમાંથી શુદ્ધ આત્માને જુદો પાડવાની ક્રિયાના તેઓ જાણ હોય છે, તે પ્રકારને ક્રિયામાર્ગ તેમણે આગમમાં બતાવે છે. તેવા પુરૂ ની પાસેથી ક્રિયા અને જ્ઞાન સંપાદન કરી આત્માને લાગેલા જકને જુદા પાડી આત્માને શુદ્ધ બનાવી આપણે પરમાત્મા રૂપ થઈ શકીએ. ભદ્ર શેધકચંદ્ર! જીવની સાથે કર્મોને પ્રવાહથી અનાદિ સંબંધ છેએ વાત અવશ્ય માનવી જોઈએ. જે તે માનવામાં ન આવે તે તેમાં આ પ્રમાણે મોટા દુષણો આવે છે. 1. જીવ પહેલે અને કર્મની ઉત્પત્તિ પછી થઈ એમ જ માનવામાં આવે તે કર્મ રહિત આત્મા નિર્મળ સિદ્ધ થાય, પછી તે નિર્મળ આત્મા સંસારમાં શરીરધારી થઈ ઉત્પન્ન થઈ શકે નહિ. નહિ કરેલા કર્મોના ફલ ભેગવવાનું બને નહિ, કર્યા વિના કર્મના ફલ ભેગવવામાં આવે તે સિદ્ધને પણ કર્મનું ફલ જોગવવું પડે અને તેથી કૃતકરેલાને નાશ અને અકૃત–નહિ કરેલાનું આગમન ઈત્યાદિ દૂષણ લાગે. 2. કર્મ પ્રથમ ઉત્પન્ન થયા અને જીવ પછી થયે, એમ માનીએ તે તે ઘટતું નથી. કારણકે જેમ માટીમાંથી ઘડા થાય છે, તેમ જેમાંથી જીવ ઉત્પન્ન થઈ શકે એવા ઉપાદાન કારણ વિના જીવ ઉત્પન્ન થઈ શકે નહિ. જીવે જે કર્મ કર્યા ન હોય, તેનું ફલ તેને હાય જ નહિ છવ કર્તા વિના કર્મ ઉત્પન્ન થઈ શકે નહિ. ઈત્યાદિ. 3. જે જીવ અને કર્મ એક જ વખતે ઉત્પન્ન થયા એમ માનવામાં આવે તે પણ અસત્ છે, કારણકે જે વસ્તુ સાથે ઉત્પન્ન થાય, તેમાં કર્તા અને કર્મ એ ભેદ થઈ શકે નહીં. જે કર્મ જીવે કરેલું ન હોય, તેનું ફલ જીવને હોય નહિ. જેમાંથી જીવ અને કર્મ ઉત્પન્ન થઈ શકે એવાં ઉપાદાન કારણ વિના જીવ અને કર્મ પિતાની મેળે જ ઉત્પન્ન થઈ શકે નહિ ઈત્યાદિ. 4. જીવ સચ્ચિદાનંદરૂપ એકલે છે અને કર્મ છે જ નહિ. એ પક્ષ જે સ્વીકારીએ તે પછી આ જગતની વિચિત્રતા સિદ્ધ થાય નહિ. 5. જે જીવ અને કર્મ કાંઈ છે જ નહિ એમ માનવામાં આવે તે તે પણ મિથ્યા છે, કારણકે, જે જીવ જ નથી તે એ જ્ઞાન કેને થયું ? કે કાંઈ છે જ નહિ ?