________________ (70). આત્મોન્નતિ - અને તેના સર્વ છિદ્રો બંધ કરી દીધાં, તેમાંથી નીકળવાની જરા પણ જ રાખી નહીં. તેમ છતાં કેટલેક દિવસે તે કેઠી ઉઘાડી ત્યારે તે ચેરના શરીરમાં જીવ ન હતું. જે શરીરથી જીવ જાદે હોય તે તે બંધ કરેલી કોઠીમાંથી કયે રસ્તે થઈને નીકળી ગયે ? તે ઉપરથી સિદ્ધ થાય છે કે, શરીરથી જીવ જુદો નથી.” કેશી ગણધર બેલ્યા–“રાજા, મારે તને એટલું જ પુછવાનું છે કે, એક મોટા વિશાળ મકાનમાં ભેંયરું છે, તેની અંદર બધા છિદ્રો બંધ કરી પછી ઢેલ વગાડવામાં આવે, તે છતાં તે ઢેલને અવાજ બહેર આવે કે નહીં?” રાજાએ કહ્યું, “તેને અવાજ બહેર આવે.” ત્યારે ગણધર બોલ્યા-“જેમ છિદ્ર વિના તે ભોંયરામાંથી ઢેલને અવાજ બાહર નીકળે છે, તેમ શરીરમાં રહેલે જીવ તે કેઠીમાંથી બાહર નીકળે છે.” પરદેશી રાજાએ બીજો પ્રશ્ન કર્યો. “મહારાજ ! કેઈ એક ચેરને મેં છિદ્ર વિનાની કેઠીમાં પૂર્યો હતે. તે છતાં તેને કલેવરમાં કીડાઓ ઉત્પન્ન થઈ ગયા હતા. તે ક્યાંથી આવ્યા?” ગણધર મહારાજાએ ઉત્તર આપે. “શેઢાને તપાવતાં તેની અંદર છિદ્ર નહીં છતાં પણ અગ્નિ પ્રવેશ કરે છે. તેવી રીતે જીવ પ્રવેશ કરે છે. જીવનું સૂમ સ્વરૂપ દેખવામાં આવતું નથી.” પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો. કેઈ યુવાન, બુદ્ધિવાન કે નરેગી માણસ જેવી રીતે બાણ નાખે છે તેવી રીતે બાળક કે રોગી માણસ બાણ નાંખી શકશે ? અર્થાત્ નહીં નાંખી શકે. જો કે તમારા કહેવા પ્રમાણે જીવ તે બધામાં છે, પણ શરીરના બળની ખામીને લીધે તે નાંખી શકતા નથી, તેથી શરીર જ સત્ય છે, બીજું કાંઈ છે જ નહીં. કેશી મહારાજાએ ખુલાસો કરતાં ઉત્તર આપ્યો. જે કઈ બળવાન અને યુવાન પુરૂષ છે, પણ તેની પાસે જુની કાવડ હોય તે તે તેમાં ભાર ઉપાડી શકશે? અથૉત્ નહીં જ ઉપાડી શકે. કારણકે, તેમ કરશે તે તે જુની કાવડ ભાંગી જશે. તેવી રીતે જીવની સાથે શરીરને સંબંધ છે. માટે રેગ અને બાળ અવસ્થાને લઈ નિર્બળ થયેલા શરીરે તે બાણ મારી શક્તિ નથી. પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો-“મહારાજ! મેં એક રને જીવતાં