________________ યાત્રા 3 જી. જીવતે જવા દે કે નહીં? " રાજાએ કહ્યું, “ના, હું તેને જીવતે જવા દઉં નહીં. તેને તે શળીએ ચડાવી મારી નાખું.” ગણધરે જણાવ્યું, “તેવી રીતે નર્કમાં પડેલા તારા પિતાને પરમધામિક શી રીતે જવા દે? એટલે તે અહીં શી રીતે આવે? તે તે ત્યાંજ દુઃખ ભોગવ્યા કરે.” પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો–“મારા પિતાની માતા ઘણીજ ધાર્મિક હતી. તે હમેશા પિષધ પ્રતિકમણાદિ કરતી, દાન આપતી અને સત્કાર્યો કરતી હતી, તે તમારા કહેવા પ્રમાણે તે દેવલેકમાં જવી જોઈએ. જ્યારે તે દેવકનું સુખ ભેગવે છે, તે પછી ત્યાંથી આવીને મને કહે કે, તું પુણ્ય કર કે જેથી મારી જેમ તને દેવકનું સુખ મલેક જે આ પ્રમાણે તે આવીને કહે તે હું જીવ અને શરીરને જુદા માનું.” કેશી ગણધરે કહ્યું, “રાજા, તું સ્નાન કરી અલંકાર ધારણ કરી દેવપૂજન કરવા જતો હોય, તે વખતે કઈ માણસ આવી તને કહે કે, “આ વિષ્ટાના ઓરડામાં આવો” અને તેમાં વિશ્રામ . અથવા સુ બેસે.” આમ કહેવાથી તું તેમાં દાખલ થઈશ?” પરદેશી રાજાએ કહ્યું, “મહારાજ ! તેવું વચન પણ સાંભળું નહીં અને તેમાં જાઉં પણ નહીં.” કેશીગણધર બોલ્યા, “રાજા, આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું કે, જેઓ દેવકમાં ઉત્પન્ન થાય છે, તેમને એવા દિવ્ય ભોગ ભેગવવાના મળે છે કે, જેથી તેઓને આ લોકમાં આવવું રૂચિકર થતું નથી. દિવ્ય સ્ત્રીઓની સાથે તેમને એ સ્નેહ બંધાય છે કે જેથી આ લેકના સ્ત્રી પુત્રાદિકની સાથે તેમને સંબંધ તુટી જાય છે, તે છતાં કદિ જે તે આ લેકના સંબંધની મમતા રાખી આવવાની ઈચ્છા કરે અને તેને માટે બે ઘડી વિચાર કરવા બેસે ત્યાં તેમના મેટા આયુષ્યની સાથે આ લોકના ઘણાંજ ટુંકા આયુષ્યનાં બેહજાર વર્ષ વીતી જાય છે એટલે આ લેકના મનુષ્યના કેટલાકએક ભવ વીતી જાય છે. તેમ વળી મનુષ્ય ક્ષેત્રમાં દારિક શરીર હોવાથી નિહારની દુર્ગધ ચાર પાંચસે જન સુધી ઉછળે છે તે દુર્ગધને લીધે, તેઓ આ લેકમાં આવી શકતા નથી. તેથી તારા પિતાની માતા અહીં આવી તને શી રીતે કહે?” ભદ્ર શેકચંદ્ર, આ વખતે તે પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો કે, “મહારાજ ! એક દિવસે મેં કોઈ એક ચેરને લેહમય કેઠીમાં ઘાલ્ય