________________ ( 68 ) : આત્મન્નિતિ, ભિન્નતા પરમાત્માના અંશમાં હોઈ શકે નહીં. વળી જેઓ આકાશને દાખલો આપે છે. તે પણ યુક્તિ રહિત છે. કારણકે, ઘડામાં રહેલું આકાશ જેમ ઘડો છુટી જવાથી મહાકાશમાં મળી જાય છે, તેવી રીતે જીવોની અંદર ઘટતું નથી; કેમકે જ્યાં સુધી ઘડે આખે રહે છે, ત્યાં સુધી તેમાંનું આકાશ કાયમ રહે છે, પરંતુ જ્યારે ઘડાનાં ઠીકરાં થઈ જાય, ત્યારે આકાશ આકાશમાં મળી જાય છે. પરંતુ માણસનું શરીર તે તેવું ને તેવું આખું રહે છે, તેમાંથી કેઈ જાતનું કાણું કે ભાંગવું તુટવું થતું નથી કે જેમાંથી જીવ ગયે, એમ દેખાય, માટે આખા શરીરમાંથી જીવ, કેમ ગયે, તે વિષે કાંઈ પણ સમજાતું નથી.” - શેધચંદ્ર પ્રશ્ન કર્યો–“ભગવાન ! નાસ્તિક લેકે એમ માને છે કે, જીવ નથી, પુણ્ય નથી અને પાપ નથી. તે વિષે ખરી વાત શું હશે ?" સૂરિવર બોલ્યા-“ભદ્ર! આ ઉપર આહત આગમમાં પરદેશી રાજા અને કેશી ગણધરને પ્રસંગ આપેલ છે. તે પરદેશી રાજા નાસ્તિક હતું. તેણે કેશી ગણધરને તેવાજ પ્રશ્ન કર્યા હતા અને મહાત્મા કેશી ગણધરે તેના એગ્ય ઉત્તર આપ્યા હતા. જે તું ધ્યાન દઈને શ્રવણ કર.” તે પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો કે, “આપ કહે છે કે, જીવ ને શરીર જુદા જુદા છે અને તે જેવું કરે તેવું ભેગવે છે, પણ એ વાત મારા માનવામાં આવતી નથી. મારે પિતા નાસ્તિક હતું, હિંસા પ્રમુખ મહા પાપ કરતે હતે. તે મૃત્યુ પામે છે, તે પાપના ગે નરકે જ જોઈએ. અને જે એમ થયું હોય તે તે મારે પિતા નર્કનાં દુઃખ જોઈ પાછા આવી મને કહેત કે મેં પાપ કરેલ છે, તેથી હું નર્કનાં દુઃખ ભેગવું છું, વાતે તું પાપ કરીશ નહીં પણ પુણ્ય કરજે. જે મારે પિતા આવી આ વાત જણાવે તે હું જીવ અને શરીરને જુદાં માનું, તે શિવાય કદિ પણ માનું નહીં.” પરદેશી રાજાને આવો પ્રશ્ન સાંભળી કેશી ગણધર બોલ્યા-“હે પરદેશી, તારા જમાનામાં સૂર્યકાંતા નામની સ્ત્રી છે. તે સર્વ અલંકારને ધારણ કરી બેઠી હોય, તેવામાં કઈ ઉદ્ધત પુરૂષ આવી તેણીની સાથે નઠારી વર્તણુંક કરે અને તે તારા જોવામાં આવે તે તું તેને