________________ યાત્રા 3 છે. (67) તેમાં ચેતના શક્તિ ઉત્પન્ન થાય છે. તે ઉપર મદિરામાં ઉત્પન્ન થતી માદક શક્તિને દાખલો આપે છે. અને જ્યારે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂતને નાશ થાય છે ત્યારે આત્માજીવને પણ નાશ થઈ જાય છે. આ વાતમાં શું સત્ય છે ? તે સમજાવે. મહાત્માએ કહ્યું, “ભદ્ર ! એમ કહેનારાઓ તદન ભ્રમિત થયેલા છે, એમ જાણવું. તે પાંચ ભૂતેમાં કોઈ પણ એક ભૂતમાં ચેતના ઉત્પન્ન થવાની શક્તિ નથી, તે પછી પાંચ ભૂતે મળવાથી એ શક્તિ ક્યાંથી આવે? જ્યારે કઈ માણસ મરી જાય છે ત્યારે તે બેલ, ચાલ, ખાતે અને શ્વાસ લેતે બંધ થઈ જાય છે, ત્યારે તેનું શરીર તે જેવું હોય, તેવું રહે છે, પણ જીવ જતે રહે, તેમ કહેવામાં આવે છે. તેમાં પાંચે ભૂત કાયમ છે, તે એમાંથી શું ઓછું થયું ? આ ઉપરથી સિદ્ધ થાય છે કે, શરીર શિવાય જીવ એ જુદો પદાર્થ છે. શેધચંદ્ર બો-“ભગવદ્ ! આ વાત વિચારવા જેવી છે, પરંતુ કેટલાએક કહે છે કે, પરમાત્મા સર્વ વ્યાપી છે અને સઘળા છે તેના અંશ છે. તે ઉપર આકાશનું દષ્ટાંત આપે છે. જેમ આકાશ સર્વવ્યાપક છે, તે પણ તે ઘટ વગેરે પદાર્થોમાં જુદું જુદું આકાશ કહેવાય છે. ઘડામાં રહેલતે ઘટાકાશ છે. પણ જ્યારે ઘડે પુટી જાય છે, ત્યારે તે આકાશ મહાકાશમાં મળી જાય છે. તેવી રીતે પરમાત્માના અંશ રૂપે રહેલા જુદા જુદા છે, તે મૃત્યુ પામે ત્યારે પરમાત્મામાં મળી જાય છે. આ કથન કેટલે અંશે સત્ય છે? તે આપ સમજાવે.” મહાત્માએ કહ્યું, “આ કથન સિદ્ધ થાય તેવું નથી. કારણકે, જે સઘળા જ પરમાત્માના અંશ હોય તે તેઓ સઘળા સરખા હવા જોઈએ. કદિતેમની આકૃતિઓ જુદી જુદી હોય, પણ પરમાત્માના અંશના ગુણ પરમાત્મા જેવા એક સરખા હોવા જોઈએ. જેમ ઘડામાં, ગળામાં અને લેટામાં રહેલું આકાશ સર્વ સરખું હોય છે. તેવી રીતે છમાં કાંઈ જણાતું નથી. જેની અંદર તે જુદા જુદા ગુણે માલમ પડે છે. કઈ જ્ઞાની, કોઈ અજ્ઞાની, કેઈ ડાહ્ય, કઈ મૂર્ખ, કઈ કોલી કોઈ માની, કેઈ લેભી, લુચ, અને ચોર એમ અનેક પ્રકારના ગુણ અવગુણથી ભરેલા માલમ પડે છે, તેમ કઈ સુખી, કોઈ દુઃખી, અને કેઈ રાજા કે કઈ ભીખારી દેખાય છે. આમ અનેક પ્રકારની