________________ આત્મન્નિતિ, આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી મહાત્માએ પિતાના પરિવારને ઉદ્દેશીને આ પ્રમાણે જણાવ્યું, “દેવાનુપ્રિય! આ પાર્શ્વનાથ ભગવાન અમીઝરા પાર્શ્વનાથ એવા નામથી પ્રખ્યાત છે. આ પ્રભાવિક મૂતિ શ્રી સંપ્રતિ રાજાએ ભરાવેલી છે. ખરતરગચ્છના પ્રખ્યાત શ્રી જિનચંદ્ર સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવેલી છે. હૃદયમાં શુદ્ધ ભાવ ધારણ કરી આ પ્રભુની પ્રતિમાના દર્શન કરજે.” આ પ્રમાણે મહાત્માના મુખની વાણી સાંભળી સર્વ સાધુઓએ અને ગૃહસ્થોએ તે પ્રભાવિક પ્રતિમાનાં પ્રેમપૂર્વક દર્શન કર્યો. અને સ્તવનની ગર્જનાના પ્રતિધ્વનિથી એ પવિત્ર ગુફાને ગજાવી મુકી. તે પછી ત્યાં આવેલી બીજી પ્રતિમાઓનાં દર્શન કરી જ્યારે ગ્ય સમય થયે, એટલે તે મહાત્મા પિતાના પરિવારની સાથે નીચે ઉતર્યા હતા. નિત્યના નિયમ પ્રમાણે તલાટીમાં આવી તેમણે પિતાના ભક્ત - શોધચંદ્ર અને સત્યચંદ્રને તેમની જિજ્ઞાસા તપ્ત કરવાની સૂચના કરી તેઓ બંનેએ પ્રશ્નારંભ ચલાવ્યું. શેકચંદ્ર આનંદિત થઈ બોલ્ય-“ભગવન, જીવનું અસ્તિત્વ અને પરમાત્માની ઓલખ” એ વિષય ઉપર કેટલાક પ્રશ્ન કરવાની મારી ઇચ્છા છે. આપ કૃપા કરી તે પ્રશ્નોનું સમાધાન કરશે. ભગવદ્ ! આપના કહેવા ઉપરથી સિદ્ધ થાય છે કે, જગને કર્તા ઈશ્વર નથી, તે પછી ઈશ્વર કોને કહે? અને તેમની સેવા ભક્તિ શા માટે કરવી જોઈએ? આ વિષેના પ્રશ્નને ઉત્તર આપવા કૃપા કરશે. મહાત્માએ હર્ષિત વદને જણાવ્યું. “પ્રિય શ્રાવક, પ્રથમ તે આત્મા અને પરમાત્માને ઓળખવા જોઈએ. તેમાં પણ પ્રથમ આત્માને મુખ્ય રીતે જાણવું જોઈએ. દરેક મનુષ્ય “હું કોણ છું,” તે જાણવું જોઈએ. જ્યારે માણસ પ્રથમ પિતાને ઓળખી શકે તે પછી તે પરમાત્માને ઓળખી શકે છે. જ્યાં સુધી આત્માની ઓળખ થાય નહીં, ત્યાં સુધી પરમાત્માની ઓળખ થઈ શકતી નથી. શેધકચંદ્ર વચ્ચે વિનય દર્શાવતે બોલ્ય-“મહારાજ ! કેટલાએક કહે છે કે, આત્મા-જીવ છે જ નહીં. પંચભૂત ભેગા થવાથી