________________ હા . ' * :, . ક.. યાત્રા 3 જી. - પ્રાતઃકાળને રમણીય સમય હતે. સૂર્યના સુંદર વિમાને Sii પૂર્વદિશારૂપ પ્રમદાને રક્તવર્ણ સાડી ઓઢાડી હતી. રેવતગિરિના સુંદર શિખર ઉપર સૂર્યના સેનેરી કિરણ પડતા હતા. વિવિધ વૃક્ષોની શ્રેણીમાંથી પક્ષિઓના 12 | મધુર નાદ નીકળતા હતા. ગિરિરાજની સ્વાભાવિક રમણીયતામાં પ્રભાતકાળે મેટ વધારે કર્યો હતે. આહત મંદિરેમાં ઘંટાઓના મધુર ધ્વનિ થયા કરતા હતા અને તેમના પ્રતિધ્વનિથી ગિરિવરની ગુફાઓ ગાજી રહી હતી. આ સમયે ભગવાન સૂરિવર પિતાના પરિવાર સાથે ગિરનારની ત્રીજી યાત્રા કરવા વિચરતા હતા. તે મહાત્માની સાથે કેટલાક ગૃહસ્થ શ્રાવકે પણ ચાલતા હતા. જેમાં શોધકચંદ્ર અને સત્યચંદ્ર મુખ્ય હતા. ગિરિવરના પવિત્ર સ્થળોના દર્શનની ભાવના ભાવતા તેઓ નિત્યના નિયમ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાનને વંદના કરી, તે પછી તે મહાત્માએ તે ચિત્યની મેટી ભમતીમાં આવેલા એક યરામાં પ્રવેશ કર્યો, અને ત્યાં જઈ અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમાને વિધિપૂર્વક વંદના કરી. આ સમયે તે પ્રભુની પ્રતિમા ઉપર અમૃતના બિંદુઓ તેમના જેવામાં આવ્યા. આ અદ્ભુત દેખાવ પુણ્યશાળી પુરૂષોની દષ્ટિએ પડે છે, તે જોતાંજ મહાત્માના હૃદયમાં ભાવના ઉદ્ભવી આવી અને તેથી તેઓ નીચેનું પદ્ય બોલ્યા હતા. " पातु पार्थः प्रभुः श्रीमान् परमामृतनिझरः / / परमप्रभावसंपूर्णा भाति यत्पतिमाऽनिशम् // 1 // " “જ્ઞાનલક્ષ્મીથી સુંદર અને પરમઅમૃત–મિક્ષના ઝરારૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુ રક્ષણ કરે. જેમની ઉત્કૃષ્ટ પ્રભાવથી પૂર્ણ એવી પ્રતિમા હમેશા શેભે છે.” 1.