________________ (64) આત્મોન્નતિ તું પરમ બળ છે, તેમ હું પણ પરમ બળ છું. ભદ્ર, આ ઉપરથી તમારે સમજી લેવું કે, આ જગત્ અનાદિ છે અને તે જગતને કર્તા ઈશ્વર નથી.” - મહાત્માનાં આ વચને સાંભળી શ્રાવક શેધકચંદ્ર અને સત્યચંદ્ર બને આનંદિત થઈ ગયા. તેમનાં હૃદય તે વિષય ઉપર લગભગ નિશંક થઈ ગયા. આહત ધર્મના સિદ્ધાંત ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત થયા અને તેમની મનોવૃત્તિમાં શ્રદ્ધાના કિરણે પ્રકાશિત થઈ ગયા. તત્કાલ તેમણે નીચેના પઘથી તે મહાત્માની સ્તુતિ કરી | વસંતતિ यद्वाक्सुधामयकरस्य कराः प्रभुतम ज्ञानजं भुवि हरन्ति महांधकारम्। तं ज्ञानवारिधिमखंडमहाव्रतं च, सूरीश्वरं परमभावभृता नमामः // 1 // જેની વાણીરૂપ ચંદ્રના ઘણું કિરણે આ પૃથ્વીમાં અજ્ઞાનથી થયેલા મેટા અંધકારને હરે છે, તેવા જ્ઞાનના સમુદ્ર અને અખંડિત મહાવ્રતને ધારણ કરનારા સૂરીશ્વરને અમે ઉત્કૃષ્ટ ભાવને ધારણ કરી નમીએ છીએ. 1. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે બંને યુવકે મહાત્માને વંદના કરી પિતાના વાસ સ્થાન ઉપર ગયા અને મહાનુભાવ સૂરિવર પોતાની નિત્ય ક્રિયામાં પ્રવર્યાં. પ્રિય વાંચનાર! તે મહાત્માની આ બીજી યાત્રાના પ્રસંગને સદા સ્મરણમાં રાખજે. અને મિથ્યાત્વ ભરેલા સિદ્ધાંતમાં મેહિત ન થતાં આ જગત અને આત્માના વિષયમાં આહત મહાત્માઓએ જે સિદ્ધાંત દર્શાવ્યું છે, તેને દીર્ધ દૃષ્ટિથી વિચારી તેનું ગ્રહણ કરવા તત્પર બનજે.