________________ યાત્રા 2 જી. ( 3 ) રાખવું જોઈએ કે, કર્મને ક જ્યારે જીવ છે તે એ કર્મ વડે અને તે તે શરીરમાં રહી અનેક પ્રકારની અદ્ધિ સિદ્ધિ સંપાદન કરવી, એને કર્તા પણ જીવ–આત્મા જ છે. જેમ એક સુતાર પહેલા હથીઆર બનાવે અને પછી તે હથીયાર વડે પેટી બનાવે છે, તેમ જીવ નવા નવા કર્મ ઉપાર્જન કરી અને પછી તે વડે શરીર રૂપી પેટીઓ બનાવે છે, તેથી મનુષ્યાદિ કે દેવાદિ શરીરને ક કર્મ નથી પણ આત્મા છે-જીવ છે. આ ઉપરથી સિદ્ધ થશે કે, કર્મ કરે તેમ થતું નથી પણ આત્મા જેવાં કર્મ કરે તેવું શરીર થાય છે, કારણકે, કર્મને કરૂં જીવ–આત્મા છે. તે આત્મા અનેક ક્રિયાઓ કરે છે, તેમાં જન્મ અને મરણ એ બે કિયા મુખ્ય છે. વસ્તુતઃ જતાં આત્માની અંદર કોઈ પણ જાતને ફેરફાર થતો નથી. જેમ સુતાર કે કડીયે એક ઘર બધે ચા તેમાં રહે કે તેઓ તે તે સુતાર કે કડીયામાં વસ્તુતાએ કોઈ ફેરફાર થત નથી; તેમ જીવ રૂપી કડીયે આ શરીર રૂપી ઘર બાંધે-જન્મ કે તેમાં રહે-ભગવે અને તેને તેડી પાડે એટલે મરણ પામે છે તેથી તે આત્મામાં વસ્તુતઃ ફેરફાર થતું નથી. હાલવું, ચાલવું, લેવું, દેવું, ઉંઘવું, જાગવું, ખાવું, પીવું ઇત્યાદિ જીવની ક્રિયાઓ છે, અને એ કિયા કરતાં વસ્તુતાએ જીવમાં કઈ જાતને ફેરફાર થતો નથી તેમજ જન્મવું અર્થાત્ શરીર રૂપી જાને ડગલે ઉતારી નાંખી ન પહેર તે સિવાય કાંઈ પણ અન્ય નથી-તેથી જન્મ વખતે હર્ષ અને મરણ વખતે શેક કરે અનુચિત કહે છે અને તે વિવેક રહિતપણું– અજ્ઞાનપણું જ છે. જેમ સૂર્ય પિતે પ્રકાશના પુંજ રૂપ છે તે નાની સરખી પૃથ્વી ઉપર એક બાજુ દિવસ રૂપે દેખાય છે અને તે બીજી બાજુ આવરણને લીધે રાત્રિ રૂપે દેખાય છે. તેમ આત્મા પોતે પુંજ રૂપજોતિ રૂપ છતાં તે માત્ર શરીર રૂપી પૃથ્વી પર એક પાસ (કેવળ જ્ઞાન પ્રાપ્ત સ્થિતિમાં) દિવસ રૂપે છે અને બીજી પાસ (નિગદ જેવી અધમ સ્થિતિમાં) રાત્રિરૂપે છે. જેથી જણાય છે કે, “માત્મા પત્ર પરંવ” આત્મા એજ પરમ બળ છે, અને તે આત્મા તેજ તું છે,