________________ ( 2 ). * આત્મોન્નતિ... -- શક્તિ વડે રચી શકે છે. આખા જગતના બાહ્ય સજીવ પદાર્થોને રચનાર આત્મા છે. આત્માનાજ બલે જડ પદાર્થ સજીવ, સબલ, સપ્રેમ વિગેરે ભાસે છે. આત્માના અભાવે જડ નિસ્તેજ નિર્બળ લાગે છે. માટે આખા વિશ્વને કે સૃષ્ટિને સજનાર આત્મા છે. તે આત્મા પિતાના નિજ સ્વરૂપને બદલતું નથી, પરંતુ પિતાનામાં રહેલા નાના પ્રકારના ઉપાધિજન્ય શક્તિઓ વડે જડ પદાર્થોમાં ભિન્ન ભિન્ન રૂપ બનાવે છે.એજ આત્મા પિતાની શક્તિ વડે પિતાની આસપાસ પરમાણુઓને પરણુમાવી માટીરૂપ થાય છે, બીજી રીતે પરણાવી જલરૂપ, અસ્થિરૂપ, વાયુરૂપ, વનસ્પતિરૂપ, તિર્યંચરૂપ, માનવરૂપ અને દેવરૂપ બની શકે છે. એ રીતે જડ પદાર્થ એક પ્રકૃતિરૂપ છે અને તે પથ્થર રૂપે, પાણી રૂપે, મનુષ્ય રૂપે કે દેવરૂપે પિતે શરીરની રચનાવડે દેખાય છે. એ બધું આત્માની પુગલને પરણમાવાની શક્તિઓમાં ન્યુનાધિક હોવાથી બને છે, જેમ કે એકજ પદાર્થ હિમરૂપે, જલરૂપે અને બાધ્વરૂપે પ્રતીત થાય છે. તેમાં માત્ર તે પદાર્થમાં રહેલા ચૈતન્યની ન્યૂનાધિક શક્તિને પ્રાદુર્ભાવ-એ કારણ છે, તેમ પથ્થરરૂપ કે પાણીરૂપ, તિર્યચરૂપ કે માનવરૂપ એ આત્માની એકજ ડી યા ઘણું શક્તિને બાહ્ય વિકાશ, એ કારણ છે. એક ઈતર ધર્મના વિદ્વાન એમ કહે છે કે જ્યારે આત્મા નિરંતર ઊંઘવા જેવી સ્થિતિમાં હોય છે, ત્યારે તે પથ્થર હોય છે, જ્યારે સુસ્ત હોય ત્યારે માટી હોય છે. ઝકાં ખાતે હોય છે ત્યારે વનસ્પતિ હોય છે, શ્વાસોશ્વાસ વિશેષ લેતે હોય ત્યારે પશુ હોય છે, વિચારતે કે મનન કરતે હોય છે, ત્યારે માણસ હોય છે અને પ્રકાશ હોય છે, ત્યારે દેવ હોય છે–તદનુસાર એક દેશીય વિચાર કરતાં એજ શક્તિના છેડા યા ઘણાં બળવડે આત્મા નાના રૂપ ધારણ કરતા અને નાના પ્રકારના અલંકારે પહેરતે માલમ પડે છે. . જેમ એક માણસ એક પર્ણકૂટી, એક ઘર, એક હવેલી, એક મેહેલ અને એક બંગલે બનાવે છે, તેમ ઘણાં માણસે મળી ગામ, શહેર, પ્રાંત, ઈલાકે, દેશ અને બંડ પણ રચી શકે છે, આ બધું બળ કોનું છે! તે મનુષ્ય દેહમાં રહેલા આત્માનું જ છે, તે કોનાથી ના કહી શકાય તેમ છે? કર્મ કર્તા પણ આત્માન છે. તે આત્મા કર્મ વડે તિર્યંચ, મનુષ્ય કે દેવ વગેરે જાતિમાં જન્મે છે, પરંતુ યાદ