________________ યાત્રા 2 , થઈ શકે છે. જે બીજને ભુંજી નાખવા વિગેરે કિયા વડે જીવ રહિત કરી જમીનમાં રોપવામાં આવે તે તે ઉગશે નહીં. સળી ગયેલા, ઘણા જુના અને ભુજેલા બીજ ઉગતા નથી. તે ઉપરથી એ વાત સાબીત થાય છે. જ્યારે તેમનામાં ઉગવાની શક્તિ નથી તે પછી તે કિયાને કર્તા જીવ તેમાં નથી, એમ સિદ્ધ થાય છે. અને જે જડની ક્રિયા થાય છે, તે રસાયણશાસ્ત્ર પ્રમાણે થાય છે. એટલે જીવની ક્રિયા મુખ્ય ઠરે છે-જીવ અને જડ મળીને તે પ્રમાણે કિયા થાય છે. પશ્ચિમના વિદ્વાનોએ ઘણાં વર્ષો સુધી શેધ કરી ત્યારે કેટલાક જડ પદાર્થો કેમ બને છે? શાના શાના બને છે, તેઓમાં શા શા ગુણ છે. એ વાત સિદ્ધ કરી શક્યા છે. પણ તેઓ જીવની શોધ કરી શક્યા નથી. માણસને સદા જીવતું રાખવાના ઘણું પ્રગો કર્યા, પણ આખરે તેમનાથી તે બની શક્યું નહીં, કારણકે, જીવ તત્ત્વની શોધ કરવાની કલા કોઈ પાસે છે નહીં. તેમ તે થઈ શકે તેમ પણ નથી. જીવતત્વ એ જડ તત્ત્વની સાથે મળેલું છે. એ શુદ્ધ જીવ તત્ત્વને જડથી જુદું પાડી શુદ્ધ આત્મ તત્વને મહાવીર સ્વામીએ પ્રગટ કરેલું છે. તે શુદ્ધ આત્મતત્વ પ્રગટ કરવાની કળા સઘળા જેને શીખવવા-અનુભવવા તે મહાત્માએ પિતાના જ્ઞાનબળે આગમ દ્વારાએ રસાયણ શાસ્ત્રને લગતી સંપૂર્ણ હકીક્ત અને તેના કરતાં પણ વધારે એટલે કે અનંત પ્રાણી પદાર્થોના અનંત ભાવ કહેલા બતાવેલા છે. જેઓના હાથમાં આ કળા આવેલી છે, તેઓ હીરા માણેકના ઢગલાઓ અને દેવાંગના જેવી સુંદર સ્ત્રીઓની સામે પણ જોતા નથી. અને તેની ઈચ્છા હૃદયમાં પણ કરતા નથી, જેમને આવી દશા પ્રાપ્ત થાય છે, તેના હાથમાં આત્મ તત્ત્વ પ્રગટ કરવાની શુદ્ધ શક્તિ પ્રાપ્ત થયેલી ગણાય છે. જે જ આ સંસારના મેહક પદાર્થોમાં આસક્ત થનારા છે, તેઓને એ કળા પ્રાપ્ત થતી નથી. રાગદ્વેષ રહિત-સર્વ કર્મ રહિતપણે થવાથી જ વીતરાગ-પરમાત્મા થઈ શકાય છે. મહાત્માના મુખથી સમાધાનના આ શબ્દ સાંભળી શોધકચંદ્ર આનંદિત બની આ પ્રમાણે બેલ્ય-ભગવદ્ ! આપની વાણીએ અમારા હૃદયની કેટલીએક શંકા દૂર કરી છે, તથાપિ આપના જેવા સમર્થ વકતાને અલભ્ય લાભ લેવા બીજી અનેક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, તેથી આપને