________________ (18) આત્મોન્નતિ, - તેઓ સ્વજાતિના સ્નેહાકર્ષણ શક્તિવાળા પરમાણુઓની સાથે મળી જાય છે. પરજાતિના બીજાઓની સાથે મળતા નથી. કારણ કે સ્નેહાકર્ષણ શક્તિ વગર પરમાણુઓ એક બીજા સાથે મળી શકે નહીં. તે ઉપર રસાયણશાસ્ત્ર ઘણા દાખલા આપે છે. જેમકે, લેહચુંબકની અંદર રહેલ નેહાકર્ષણથી તે ફક્ત લોઢાને ખેંચી પિતાની સાથે વળગાડી દે છે. બીજા સેના રૂપા વગેરે ધાતુ પાસે હોય તે પણ તેને ખેંચી શકશે નહીં. તેવી રીતે દૂધને પાણી ભેગા કરી હંસને આપવામાં આવે, તે હંસની ચાંચમાં રહેલ સ્નેહાકર્ષણ શક્તિથી તે હંસ દૂધ અને પાણીને જુદા કરી શકે છે. તે દૂધને ખેંચી લે છે અને તેની વિરૂદ્ધ એવી પ્રતિસારણ શક્તિથી તે પાણીને જુદું પાડી દે છે. આ વિષે એક એ પણ દાખવે છે કે સોનાને હલકી કીમત વાળું કરવા તેમાં તાંબાને ભાગ નાંખવામાં આવે છે, પણ જ્યારે તેને પાછું શુદ્ધ કરવું હોય ત્યારે તેને નાઈટ્રીક એસીડ સાથે મેળવવામાં આવે છે. તે નાઈટ્રીક આસીડમાં તાંબાની સાથે સ્નેહાકર્ષણ શક્તિ હોવાથી સેનામાં રહેલા તાંબાને તે જુદું પાડી દે છે. એટલે સુવર્ણની ખરેખરી શુદ્ધિ થઈ આવે છે. - ભદ્ર શોધકચંદ્ર, આ રસાયણશાસ્ત્રના દાખલા ઉપરથી સમજાય છે કે, “જે જે પરમાણુઓની સાથે સ્નેહાકર્ષણ શક્તિ હશે, તે તે પરમાણુઓ તેના સજાતીય પરમાણુઓને ગ્રહણ કરી તેની સાથે એકત્ર થઈ જાય છે. તેવી રીતે જમીનની અંદર ઘણું જાતના પરમાણુઓ રહેલા છે. તેથી જે બીજ રોપવામાં આવે તે બીજના પરમાણુઓ નેહાકર્ષણ શક્તિના વેગથી તેની સાથે ખેંચાઈ આવે છે. અને તેમના પિષક બને છે. જે મૂલીઆ જમીનમાંના રસને ખેંચવાની શક્તિ ધરાવે છે, તેજ સ્નેહાકર્ષણ શક્તિ કહેવાય છે.” - ભદ્ર! આ વિષે રસાયણ શાસ્ત્ર આ પ્રમાણે સિદ્ધ કરે છે, ત્યારે જૈન શાસ્ત્ર કેવી રીતે સિદ્ધ કરે છે, તે ધ્યાનપૂર્વક સાંભળો. " જૈન શાસ્ત્રકારે આ જગતમાં મુખ્ય બે પદાર્થો માને છે. 1 જીવ-ચતન્ય અને 2 અજીવ-જડ. દરેક બીજમાં જીવ રહેલ છે. ધાન્યને દાણે જે દેખાય છે, તેની અંદર જીવ છે તેથી તેનામાં ઉગવાની શક્તિ રહેલી છે. જે બીજમાં જીવ હોય તેજ ઉપરની સઘળી ક્રિયાઓ