________________ (56) આત્મોન્નતિ, - છે કે “આવી જાતના આણુઓ દશ્ય પદાર્થમાંથી પિતાની મેળે થાય છે. અને તેવા સૂક્ષ્મ અણુઓ ભેગા થઈ નાની મોટી આકૃતિઓ બને છે, તેમ તેવી આકૃતિ મનુષ્યની કૃતિથી પણ થાય છે.” શોધ ચંદ્ર તે સાંભળી ખુશી થઈ બે-ભગવદ્ ! આપે જે દૂધ સંબંધી દષ્ટાંત આપ્યું હતું, તે વિષે એટલું પુછવાનું છે કે, તે દૂધ ક્યાંથી ઉત્પન્ન થયું ? કદિ એમ કહેવામાં આવે કે તે દૂધ ગાય કે ભેંસના પેટમાંથી નીકળે છે, તે તેના પિટમાં ક્યાંથી આવ્યું ? ઘાસ વગેરે ખાવાથી તેમના પેટમાં દૂધ પેદા થાય છે. એમ કહેવામાં આવે તે તે ઘાસ વગેરેમાં દૂધ ક્યાંથી આવ્યું? આ મારી શંકાનું આપ સમાધાન કરવા કૃપા કરશે. મહાત્મા બોલ્યા-“ભદ્ર! આ જમીન–કમાં દૂધ, દહીં, ઘી વગેરેના પરમાણુઓ રહેલા હોય છે, તે મૂળીયાદ્વારા ચડી ઘાસમાં આવે છે અને પછી ગાય ભેંસના શરીરમાં અનુક્રમે દૂધરૂપે પ્રસરે છે. તેવીજ રીતે ઘઉં, બાજરી, ચેખા વગેરે સઘળાં અનાજ, શાક, ભાજી, ફળ, ફૂલ મેવા પ્રમુખ સઘળા પદાર્થોના પરમાણુઓ જમીનમાં (આ લેકમાં) રહેલા હોય છે, અને તે જમીનમાંથી પાછા આપણા ખેરાક દ્વારા શરીરમાં લોહી, માંસ, વીર્ય, અસ્થિ, ધાતુ વગેરેમાં પ્રવર્તે છે. પૃથ્વી ઉપર માટી એક જાતની દેખાય છે, પણ તેમાં અનેક પરમાણુઓ રહેલા છે. તેના જુદી જુદી જાતના રંગ પણ છે. રસાયન વેત્તાઓએ સિદ્ધ કરેલું છે કે, “મૂળ એકંદર પાંસઠ (65) તમાંથી જગતના સઘળા પદાર્થો બનેલા છે. મૂળ ત્રણ પ્રકારના રંગ છે તે રંગમાં જુદાં જુદાં પરમાણુઓ મળવાથી અનેક જાતના રંગે બને છે” અહિં કેઈને શંકા થાય છે, કાળી કે ગેરી એક જાતની માટીમાં જુદી જુદી જાતના રંગના પરમાણુઓ શી રીતે રહે? તેના ઉત્તરમાં ડામરનું દૃષ્ટાંત બસ છે. ડામર જાતે કાળે છે, છતાં તેમાંથી સઘળી જાતના રંગે નીકળે છે. જે જૈનદર્શન અનાદિકાળથી માને છે. તેને માટે પશ્ચિમ દેશમાં મોટા મેટા મંત્રાલયે વિદ્યમાન છે. જમીનમાં વરસાદ પડવાથી જે જે જાતના બીજ રોપવામાં આવે - 1 જૈનદર્શન મૂળ રંગ પાંચ છે તેમ માને છે.