________________ યાત્રા 2 જી, (55) છે ધચંદ્ર હૃદયમાં સંતુષ્ટ થઈને બે –ભગવદ્ ! જે પ્રથમ કહેવામાં આવ્યું કે જે ભાગ મળમૂત્ર વડે નીકળેલ અને ખરી પડેલે. છે તેમને નાશ થાય કે નહીં? મહાત્માએ કહ્યું,–તેને નાશ થતું નથી. બાહર નીકળેલા તે પરમાણુઓના સ્કંધ જેવાં દષ્ટિએ પડે તેવાજ જમીન સાથે મળી જાય છે અને કેટલાએક સૂક્ષ્મ પરમાણુઓ હવા સાથે રહે છે. સઘળી જાતના સૂક્ષ્મ પરમાણુઓ આકાશ, પાતાળ અને જમીન બધે ઠેકાણે ભરેલા છે. તે આપણી આંખે દેખી શકતા નથી. તેઓને તે માત્ર સર્વજ્ઞ કેવલી ભગવાન્ જોઈ શકે છે, જેને તે મહાન પુરૂએ શાસ્ત્ર દ્વારા બતાવેલા છે, તે વાતને અમુક અંશે રસાયણ વેત્તાઓએ અનુમાનથી (પક્ષ પ્રમાણથી) સિદ્ધ કરી બતાવી છે. ધકચક્રે તરત પ્રશ્ન કર્યો–“મહાત્મન્ ! પરમાણુ કોને કહેવાય તે સમજાવે. મહાત્માએ કહ્યું–પદાર્થના વિભાગની જ્યાં સીમા થાય છે કે તે વિભાગના વિભાગ કરતાં આગળ વિભાગ થતા નથી એવા રિસ્થ સૂક્ષમ અવિભાજ્ય વિભાગ તે પરમાણુ કહેવાય છે. જૈનશાસ્ત્ર તેને માટે નીચે મુજબ કહે છે - "कारणमेव तदन्त्यं सूक्ष्मो, नित्यश्च भवति परमाणुः / / एकरस गन्धवर्णो द्विस्पर्श:कार्यलिङ्गश्च // इति" (શ્રીમદ્ ઉમાસ્વાતિ ઘારા) તે પરમાણુ અન્તિમ કારણરૂપ અને સૂક્ષ્મતા સહિત તથા નિત્ય છે, તથા એક રસ, એક ગધ, એક વર્ણયુકત બે સ્પર્શ સહિત તેમજ કાર્યલિંગ છે અર્થાત કાર્યથી જાણી શકાય છે તે પરમાણુનું લક્ષણ છે. વળી સાયન્સવેત્તા પામિાત્ય વિદ્વાને એ પણ કહ્યું છે કે "An atom is an indivisible particle of matter." તે પરમાણુઓ આપણાં ચક્ષુથી દેખાતાં નથી તેમ આપણાથી બતાવી શકાતા પણ નથી. કઈ પણ પદાર્થના અનંત પરમાણુ અસંખ્યાત આકાશ પ્રદેશનું અવગાહન કરી રહેલા હોય તે ચર્મચક્ષુગોચર થઈ શકે છે તેને જૈનશાસ્ત્ર સ્કંધ કહે છે. તે વિષે રસાયનશાસ્ત્રમાં પણ તેમજ કહેલું