________________ (54) આત્મોન્નતિ------ એ વિષે શંકા કરવી અયક્ત છે. સઘળા જીવે રાત્રિ અને દિવસ આહારજ કર્યા કરે છે. તેમને એક ક્ષણ પણ આહાર કર્યા વગર જતા નથી. આ સાંભળી તમને આશ્ચર્ય થશે. પણ તેને ખુલાસો આ પ્રમાણે છે–આહાર બે પ્રકારે છે–એક 1 કવલ આહાર અને બીજે 2 રેમ આહાર. જે મુખથી આહાર કરે તે કવલ આહાર કહેવાય છે. તે આહાર મનુષ્ય બે, ત્રણ કે ચાર વાર કરે છે અને જનાવરે આખો દિવસ કર્યા કરે છે. પણ જે રેમ આહાર છે, તે ક્ષણવાર પણ બંધ રહેતું નથી. તે આહારથી શરીરમાં નવા પુદ્ગલેનું ગ્રહણ થાય છે. તે ગ્રહણ રેમદ્વારા થયા કરે છે. જે જુના પગલે છે, તે રેમદ્વારા ખરતા જાય છે આવું અનિશ ચાલ્યા જ કરે છે, તેથી શરીરના વજનમાં વિશેષ વધારે થતું નથી. જુના પુદ્ગલે ખરી જાય છે અને નવા ઉત્પન્ન થાય છે. તે ખરતા પુદ્ગલે અને ઉત્પન્ન થતા નવા પગલે આપણું જોવામાં આવતા નથી. કારણકે, તે ઘણાં સૂક્ષ્મ હોય છે. સર્વજ્ઞ કેવળી ભગવાને તે જ્ઞાનદષ્ટિથી જોયાં છે, તેથી આ વાતની તેમણે પ્રરૂપણ કરી છે. ભદ્ર! આ વિષય ઉપર પશ્ચિમના પ્રવીણ વિદ્વાનોએ ઘણું શોધ કરી આપણું સિદ્ધાંતને સિદ્ધ કરી તેના સાચાપણાને મજબુત બનાવ્યું છે. તેઓ પણ અંગ્રેજી વૈદ્યકને લગતી (Phisiology) વિદ્યાથી અનુમાન કરી કહે છે કે, “માણસનું શરીર અને બીજા બધા પદાર્થો (ઝાડ, પાન, ખનિજ વગેરે) પોતામાંથી ઝીણાં રજકણે બાહેર ફેંકે છે અને સામી બીજી રજકણે પોતાનામાં લે છે. એમ ચાલુ થઈ કેટલેક વખત ગયા પછી માણસનું શરીર તદન નવા રજકણનું બની જાય છે. વળી સાયન્સ (Science) ની બીજી શેધ યાને સાયકલોજી (Psychology) નામે શોધથી સિદ્ધ કરવામાં આવ્યું છે કે, માણસનું મન એક બીજા ઉપર અસર ઉપજાવે છે, અને જે (Occultism) ગુમવિદ્યા કહેવાય છે, તે તે આગળ વધીને જણાવે છે કે, માણસના મન શરીર (Mental body ) ના રજકણે બીજા માણસના મન શરીરમાં જાય છે, અને અસર કરે છે. આ ઉપરથી તેમને ભાવાર્થ એમ સમજાય છે કે પવિત્ર માણસની સેબતથી મન તથા શરીર પવિત્ર થઈ જાય છે.