________________ યાત્રા 2 છે. (53) દ્રવ્ય દૂધ હતું, તેને નાશ થતું નથી પરંતુ રૂપાંતર થઈ તેમાંથી ઘી અને દહીં જુદાં પડયાં છે. દૂધના ત તે આબાદ રહ્યા છે. શોધકચંદ્ર શંકા લાવી પુછ્યું, “ભગવન્! કદિ અહીં કોઈ પૂછે કે, ગાય કે ભેંસ દેહીને દૂધ કાઢયું, તે તે નવું ઉત્પન્ન થયું ગણાય કે નહીં? અને ઘી તથા છાશ ખાવામાં આવ્યા તે પછી તેને નાશ થયે ગણાય કે નહીં? તે પછી એ સિદ્ધાંતમાં વિધ આવશે. મહાત્માએ જણાવ્યું, “ભદ્ર! એ શંકા ટકી શકે તેમ નથી. જગતમાં કઈ પણ પદાર્થ ખાઈ જવાથી નાશ પામતે નથી. દૂધની ઉત્પત્તિ પણ જગતની બહેરથી થતી નથી. તેમ ઈશ્વર બનાવતા નથી. એ રસાયણ વેત્તાઓએ, સિદ્ધ કર્યું છે. જુઓ કે છાશ અને ઘી ખાઈ ગયા, તેથી તેને નાશ થયે એમ ન સમજવું. તે ઉદરમાં જાય છે અને તેમાંથી કેટલેક ભાગ મળમૂત્ર દ્વારા અથવા પસીના દ્વારા નીકળી જાય છે, અને કેટલેક ભાગ શરીરમાં દૂધ જે રસ રહી તેનું રૂધિર બની માંસ અસ્થિ વગેરેમાં પુષ્ટિ કરનારે થાય છે. તેવી જ રીતે શાક, ભાજી, ફળ, મેવા વગેરેનું પણ બને છે. તે બધા પદાર્થો જગતની બાહેરથી કઈ લાવતું નથી. તેઓ બધા જગતમાંથી પેદા થાય છે અને જગતમાં જ રહે છે. રસાયનની ક્રિયા પ્રમાણે ખાવામાં આવતા પદાર્થો કેટલાકનું લેહી, માંસ વગેરે જુદે જુદે રૂપે બની કેટલુંક ત્યાં રહે છે અને કેટલુંક બહેર આવી જમીનમાં મળી માટી રૂપે થાય છે. શોધકચંદ્ર શંકા લાવીને પૂછયું, ભગવન્! આ વિષયમાં મને એક શકા ઉત્પન્ન થાય છે. જે અનાજ, દૂધ, ઘી વગેરે પદાર્થો ખાવામાં આવે છે. તેનાથી રૂધિરના રસમાં વધારે થાય તે પછી શરીરનું વજન વધવું જોઈએ. જે દરેજ પાંચ શેર ભાર ઉદરમાં જાય છે તેમાંથી મળમૂત્ર વગેરે નીકળી જતાં સર્વનું સત્વ સુમારે પાશેર જેટલું રહે તે પણ તેનાથી દરરોજ શરીરનું વજન વધવું જોઈએ. તેની ગણત્રી કરતાં દર વર્ષે સવાબે મણને વધારે થવો જોઈએ, પણ શરીરમાં તેવું કાંઈ દેખાતું નથી. કદિ નાની વયના બાળકે વધીને મોટા થાય છે, તેમાં પણ અમુક વય સુધી વધી પાછા તેટલાજ પ્રમાણમાં રહે છે. તેનું શું કારણ હશે? મહાત્માએ વિચાર કરી જણાવ્યું, ભદ્ર