________________ ( પર આત્મોન્નતિ, -- પણ જે વસ્તુઓથી તે બનાવવામાં આવેલ, તે વસ્તુના પરમાણુઓને નાશ થતો નથી. તે તે જગતમાં કાયમ રહે છે. લાકડાં, અને ચુને. વગેરે સ્કંધ તથા પરમાણુરૂપે રહી જાય છે. લાકડાંના જે સૂક્ષ્મ પરમાણુઓ છે, તે વિખરાઈ જઈ તેને કેટલેક ભાગ જમીન સાથે મળી જાય છે અને કેટલાએક સૂક્ષ્મ પરમાણુઓ હવામાં રહે છે, જમીનમાં બીજરૂપે રહેલા ઝાડે તે પરમાણુઓ લઈ પાછા પિતાના શરીર લાકડારૂપે બનાવે છે, તેથી તે પદાર્થોને જગતમાંથી નાશ થત નથી તેમ તેમનામાં જગતની બહારથી કાંઈ આવતું નથી. તેવી રીતે માટીના ઘડાને પણ દાખલે લઈ શકાય છે. ઘડે ફુટવાથી તેના રૂપને નાશ થાય છે પણ વસ્તુતાએ મૂલ દ્રવ્ય પૃથ્વી તત્વ રૂપ મૃત્તિકાને નાશ થતું નથી. રેતીના ગાળવાથી કાચને પ્યાલે બને ત્યારે રેતીને નાશ અને પ્યાલાની ઉત્પત્તિ થઈ પણ ખ્યાલે ભાગી જવાથી, તેના ટુકડા પાછા હતા, તેમ મૂળ રૂપે થવાનાજ માટે મૂળ દ્રવ્ય જે છે તે જ રહેવાનું તેને નાશ થતો નથી. વર્ષા ઋતુમાં દરેક જળાશયે પાણીથી ભરપૂર થઈ જાય છે, પણ ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે તે પાણી સુકાઈ જાય છે અને મોટા જળાશયમાં ઓછું થઈ જાય છેચોમાસામાં ઉત્પન્ન થયેલું પાણી ઉનાળામાં ઓછું થાય છે-નાશ થાય છે, એમ આપણને લાગે છે. પણ જગતમાં જે છે, તે તેનું તેજ છે. નવું ઉત્પન્ન થઈ નાશ પામતું નથી, માત્ર રૂપાંતર થયેલું છે. ભદ્ર! આ દાખલા ઉપરથી તમારા સમજવામાં આવશે કે, જગત અનાદિ છે. વળી જેન સિદ્ધાંતમાં એ પણ નિયમ છે કે, " આ જગતમાં જે વસ્તુ મૂળ નથી તે મૂળ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને જે મૂળ વસ્તુ છે, તેને નાશ પણ થતું નથી.” - આ સિદ્ધાંતના નિયમને રસાયણશાસ્ત્રના વેત્તાઓ કબુલ કરે છે. તે ઉપર આ પ્રમાણે દાખલે અપાય છે. ભેંસ કે ગાયનું દુધ ઉત્પન્ન થયું, દૂધનું દહીં કર્યું, એટલે દૂધને નાશ થયે અને દહીંની ઉત્પત્તિ થઈ. તે દહીંને મથન કરવાથી છાશ અને માખણ જુદા પડયા એટલે દહીંને નાશ અને છાશ તથા માખણની ઉત્પત્તિ થઈ. અહીં જે મૂળ