________________ યાત્રા 2 જી. (51) મહાત્માએ સ્મિત વદને જણાવ્યું,-ભદ્ર ! પ્રથમ તે નિષ્પક્ષપાતી યુક્તિવાળા શાસ્ત્રો માનવા જોઈએ. તે છતાં કદિ વિવિધ શાસ્ત્રોના વિવિધ વિચારે જાણતાં મનમાં શંકા રહેતી હોય તે વર્તમાનકાળે ચાલતાં અંગ્રેજી રસાયનશાસ્ત્રના નિયમે તમે માનશે કે? જે ઉપરથી પણ કેટલુંક સિદ્ધ થઈ શકે છે, તે તમારે તે માન્ય થાય કે નહીં? ધચંદ્રે કહ્યું, ભગવન્! તે દ્વારા કાંઈ પણ સ્વરૂપ સિદ્ધ થતું હોય તે તે જલદીથી સમજી શકીશું અને તે અમારે માન્ય પણ છે, તે કૃપા કરી તે દ્વારા પણ અમેને સમજાવે. મહાત્મા બેલ્યા–“ભદ્ર! પદાર્થોનું ઉત્પન્ન થવું, નાશ થવું અને અવિનાશી રહેવું, તે વિષે રસાયણશાસ્ત્રના પાંચમા નિયમમાં દરેક પદાર્થને ચાર ધર્મ બતાવ્યા છે. 1 અત્યંત સૂક્ષ્મ વિભાગ થવાને ધર્મ, 2 અવિનાશિત્વ, 3 સ્નેહાકર્ષણ અને 4 પ્રતિસારણ. આ ચાર ધર્મમાં દરેક પદાર્થ રહે છે. જે પદાર્થોને નાશ થતો જોવામાં આવે છે, તે પદાર્થોના અતિ સૂક્ષ્મ વિભાગ થઈને વિખરાઈ જાય છે. અતિ સૂક્ષ્મતાને લઈને તે દેખી શકાતા નથી, પણ તે આકાશમાં વિખરાઈ જઈને કાયમ રહે છે, તેથી તે અવિનાશી છે. અને તે પ્રમાણે તેના પરમાણુઓ ભેગા થઈને જે મેટા ગોળા બને છે, તે નેહાકર્ષણ શક્તિથી થાય છે. અને જે પરમાણુઓ વિખરાઈ જઈ પર્યાયરૂપે નાશ પામી જાય છે, તે પ્રતિસારણ શક્તિથી બને છે. આ ઉપરથી રસાયણ વેત્તાઓએ જેન સિદ્ધાંત જે ખરેખરે છે તેની પુષ્ટિ કરી છે. તે ઉપર જૈન સિદ્ધાંતમાં આ પ્રમાણેને દાખલે છે–સોનાને એક દેરે છે, તેને ભાંગી તેની કંઠી કરવામાં આવે, અને કંઠી ભાંગીને કંદોરે કરવામાં આવે, ત્યારે કંઠી કરાવતાં દોરાને નાશ થયે અને કદરે કરાવતાં કઠીને નાશ થયે અને કદરે ઉત્પન્ન થયે, એમ ફેરફાર થતાં પણ જે મૂળ દ્રવ્ય સુવર્ણ છે, તે તે કાયમ રહ્યું છે. તેને નાશ થયેલ નથી તે તે. અવિનાશિત્વ યુક્ત છે. પરંતુ દરે ભાગે તે તેને નાશ અને કઠી કરી તે તેની ઉત્પત્તિ થઈ એટલે માત્ર તેનું રૂપાંતર થાય છે. તેથી દ્રવ્ય ઉત્પાદ વ્યય થ્રૌવ્ય યુક્ત લક્ષણવાળા છે. આ ઉપર બીજા પણ ઘણા દાખલાઓ લઈ શકાય તેમ છે. જેમ એક ઘર બનાવવામાં આવે, પછી કેટલેક વર્ષે તેને નાશ થતાં તે ઘરના રૂપને નાશ થાય છે,