________________ (50) આત્મતિ, તે પણ આપણને સ્પષ્ટ માલમ પડશે કે, બ્રહ્મ જ્યારે નિષ્ક્રિય છે, અરૂપી છે તે પછી આ રૂપી જગત્ કેમ બનાવી શકે? અરૂપી રૂપીને બનાવે, એ કેવળ અસંભવિત છે. વળી આ સંબંધે કદાચ કેઇ એમ દલીલ કરે કે, મનુષ્યોને આપણે ઘર કે બીજી હજારે ચીજો બનાવતાં જોઈએ છીએ. શું તેમનામાં આત્મા નથી? જે તેમનામાં આત્મા છે તે તે રૂપી છે કે અરૂપી? જ્યારે મનુષ્ય સહસ્ત્ર ચીજો બનાવી શકે તે ઈશ્વર સર્વ શક્તિમાન છે, તે જગને રચી શકે તેમાં શી નવાઈ? તેથી ઈશ્વર જગત્ રચી શકે છે, એ સિદ્ધ છે. આમ કહેનારાઓનું કથન યથાર્થનથી, કારણ કે જે બ્રહ્મ કે જે પિતાની સ્વભાવ દશામાં-સ્વસ્વરૂપમાં લીન છે, તેને આપણે જેવી વિભાવ દશામાં મુકવા, એ ન્યાયયુક્ત નથી, સરખામણી સરખે સરખાની થઈ શકે છે. પણ જે પ્રતિસ્પધિ કે વિરોધાભાસવાળા હોય, તેમની કદિ પણ ન થઈ શકે. જે માણસ કમળાના દોષથી બધું પીળું જુવે છે, તેમાં રેગનિજ સ ભાવ છે. તેમ કર્યાવરણથી ઘેરાએલા આત્માની અર્થાત્ વિભાવ દશામાં રહેલા આત્માની વિભાવ દશામાંથી મુક્ત થયેલા આત્મા સાથે સરખામણી કેમ થઈ શકે? મહાત્માનાં આ વચન સાંભળી પ્રસન્ન થયેલા શેધક પુનઃ પ્રશ્ન કર્યો–“ભગવદ્ ! આ જગતમાં અનેક વસ્તુઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એ પ્રત્યક્ષ દેખાય છે, તે પછી તેને આદિ અને અંત નથી, એ વાત કેમ મનાય?” મહાત્માએ કહ્યું, “ભદ્ર! ઉત્પાદ, વ્યય અને થ્રવ્યએ ત્રણ લક્ષણ યુક્ત જગને (દ્રવ્યનો સ્વભાવ છે, એટલે એ ત્રિપદિયુક્ત સત્ તે તેનું લક્ષણ છે. એમ જૈન સિદ્ધાંત માને છે. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નાશ થવું અને દૈવ્ય એટલે કાયમ રહેવું, એ જગમાં સ્વભાવથીજ બન્યા કરે છે. એ વાત તમે કબુલ કરશે કે? શોધકચંદ્ર પુછયું, “મહાત્મન્ ! આપનું એ કથન સત્ય છે, પણ પ્રથમ કયા શાસ્ત્રો સત્ય માનવા, એજ શંકા ભરેલું છે. એટલે જુદા જુદા ધર્મના જુદા જુદા શાસ્ત્રો છે, અને તેઓ જુદું જુદું જણાવે છે. એટલે કયા શાસ્ત્રને વિશ્વાસ રાખવો? એ કાંઈ સમજ પડતી નથી.