________________ યાત્રા 2 જી, (49) છે, જે ઉત્પન્ન થયેલી માનતા નથી. તેને આધારે તે ટકે છે અને ફર્યા કરે છે. આ વાત તેઓના જ્યોતિઃ શાસ્ત્ર ઉપરથી વિશેષ વિદિત થાય છે “તેથી એ સર્વ અનાદિ છે, એમ જે જૈનશાસ્ત્ર કહે છે તેને તેથી પુષ્ટિ મળે છે અને એમ સાબિત થાય છે.” આ કારણથી જગતના કર્તા ઇશ્વરને માનનારાઓને આખરે અનવસ્થા દોષ આવે છે. કેટલાએક આ સૃષ્ટિને બનાવનાર કઈ હે જોઈએ, એમ માની ઈશ્વરને જગત્ કર્તા સિદ્ધ કરવા જાય છે, પણ જ્યારે દરેક કાર્યનું કારણ શોધવા બેસે ત્યારે તેમને અમુક વસ્તુઓ અટકયા શિવાય છુટકે થવાનું નથી. અને કાર્ય કારણને નિયમ આદિ તત્વને લાગુ પડી શકશે નહીં, જેથી તેિજ પિતાના મતના વિરોધી થઈ જશે. દાખલા તરીકે એક ચોપડીના કાર્ય કારણને બેળવા બેસીએ તે ચેપડના કાગળનું કારણ ચીંથરા, ચીંથરાનું કારણ રૂ, અને રૂનું કારણ તેનું બીજ. જ્યારે બીજનું કારણ શોધતાં તેને છોડ આવશે અને પછી આમ અમુક હદે કાર્ય કારણના આદિને ખેળતાં અટકવું પડશે અને આદિત્વને પણ પામી શકાશે નહીં. ભદ્ર! સાંપ્રતકાળની શોધ કરનારાઓમાં જર્મનીમાં કોલ યુનિવસટીના તત્વજ્ઞાનના એક પ્રોફેસર ડે. પિડબ્લ્યુશને “માનસિક શાસ્ત્રના મૂળ ત " એવા નામને એક ગ્રંથ લખ્યો છે. તેમાં કાર્ય કારણના નિયમ વિષે તે બેધડકથી જણાવે છે કે, “જેમ દિશા અને કાળ અપરિમિત છે, તેમ કાર્ય કારણના નિયમની જાળ અનાદિ તથા અનંત છે અને તે સિદ્ધ કરવાને તે નીચેની સાબીતીઓ આપે છે. 1. જે તે અનાદિ ન હોય તે આપણે વસ્તુઓની પ્રથમ સ્થિતિ ધારવી પડશે. આ સ્થિતિમાં ઉન્નતિ થાય, માટે તેમાં ફેરફાર થે જોઈએ અને વળી આ ફેરફાર આગળના ફેરફારની અસરરૂપ થશે (આ રીતે અનવસ્થા દોષને પ્રસંગ આવશે.) 2. કાર્ય કારણની સાંકળ અંત વિનાની છે, કારણ કે, એગ્ય કારણના કાર્યરૂપ થયા શિવાય કઈ પણ ફેરફાર કઈ પણ વખતે થઈ શકે નહીં. આ ઉપરથી પણ વધારે સાબીત થાય છે કે જે કાર્ય કારણના નિયમની જાળ અનાદિ અનંત છે તે પછી આ જગતનું પણ અનાદિપણું છે, એમ માનવું પડશે. વળી આપણે બીજી રીતે જોઈશું