________________ (48) આત્મોન્નતિ, - છે, અને પછી તે અંદર લેવા ગ્ય રહેતું નથી, તે ઉપરથી જ પ્રગટ દેખાય છે કે, મનુષ્યના શ્વાસની હવા ખરાબ થઈ જાય છે. આ કારણથી હવા સાફ કરવાનું સ્થાન કેઈ ન હોય તે બધી હવા ચેડા વખતમાં ખરાબ થઈ જાય અને મનુષ્ય જીવી પણ ન શકે, તેથી માનવું પડશે કે સદાથી તે દ્વાર પણ ઉપસ્થિત છે કે જેથી વાયુ સાફ થયા કરે છે. વળી સાયન્સ (Science)વાળા કહે છે કે નીકળેલી ખરાબ હવા વૃક્ષો પિતાની અંદર લે છે અને તેથી વિપરીત સારી હવાને બાહેર કાઢે છે, જે મનુષ્યને શ્વાસ લેવાને લાયક બને છે. અર્થાત્ વૃક્ષે એ હવાને સાફ થવાના ઉપાય છે. એ વૃક્ષોની ઉત્પત્તિ બીજથી છે અને બીજ વૃક્ષોથી થાય છે. તે ઉપરથી વૃક્ષની સ્થિતિ અનાદિ સિદ્ધ થાય છે. વળી મનુષ્યના આહારને નિર્વાહ વૃક્ષને આધીન છે. આથી સિદ્ધ થયું કે, મનુષ્ય, હવા, પાણી, ભેજન વિગેરે અને તેના સ્થાને અનાદિ હોવાથી આ સંસાર પણ અનાદિ સિદ્ધ થાય છે. આ વિષે અગાઉ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે જલતત્વ વિષે પણ લૈકિકમાં તેમજ ખગોળવેત્તાઓ તરફથી એમ કહેવાય છે કે જેટલું જ મનુષ્યના કામમાં આવે છે, તેમાંનું કેટલુંક પસીને અને મૂત્રરૂપે ખરાબ બની જાય છે. તેથી જલને સાફ થવાનું કેઈ અનાદિ સાધન લેવું જોઈએ. તે સાધન સૂર્ય છે. સૂર્યને તડકે પાણીને સૂકવી તેમાં પડેલા બીજા પદાર્થોને દૂર કરે છે અને તેમાંથી નિર્મળ પાણીને અળગુ કરે છે. સૂકાએલું પાણી વરાળરૂપે થાય છે અને તે વરાળનું પાછું પાણી બની જાય છે. આથી કરીને વરસાદનું પાણી તદન નિર્મળ દેખાય છે. આથી સંસારની સાથે સૂર્ય પણ અનાદિ છે. વળી તે સૂર્ય બીજા ઘણા પ્રકારે પ્રાણી માત્રને ઉપગી છે. અને તેની આવશ્યકતા છે. તેથી તે પણ અનાદિ છે. કેટલાંક આર્યશાસ્ત્ર એમ પણ કહે છે કે સૂર્ય અને પૃથ્વી તેમાંથી એક વસ્તુ–સૂર્ય ફરે છે અને પશ્ચિમાત્ય જોતિષ એમ કહે છે કે બંને ફરે છે. આ રીતે બંનેના મતે કઈ પણ ફરે છે અને જે ફરે છે તે કઈ પણ વસ્તુ ઉપર તે ટકેલ નથી તે કેવી રીતે અધર રહે છે? તે તેઓના જ્યોતિશાસ્ત્રના અભ્યાસથી તેની તે વાત જ્ઞાત થાય છે કે, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રમાં કોઈ આકર્ષણ શક્તિ રહેલી