________________ યાત્રા 2 , (47) મહાત્માના આ વચનથી સંતુષ્ટ થઈ શોધચંદ્ર વિનયથી આ પ્રમાણે પ્રશ્ન કર્યો. “ભગવદ્ ! આહત આગમ કહે છે કે, આ જગ ને કર્તા ઈશ્વર નથી, તે પછી આ જગત્ કેવી રીતે બન્યું હશે? કારણ વિના કાર્યની ઉત્પત્તિ શી રીતે થાય ? મહાત્માએ પ્રસન્નવદને જણાવ્યું, “ભદ્ર! આ જગત્ અનાદિ છે. તેની આદિ નથી અને અંત પણ નથી, તે અનાદિ કાળથી છે અને છેજ. >> જે વસ્તુને આદિ છે, તેને અંત પણ છે અને જેને આદિ નથી, તેને અંત પણ નથી. આ જગને અંત કેઈ વખત આવ્યો નથી અને આવવાનું નથી, તેથી તેને આદિ પણ ન હોવી જોઈએ. આપણી દષ્ટિએ જે પદાર્થો દેખાય છે, તે તે નાશવંત છે, તે વ્યવહાર નયની અપેક્ષાએ છે. નિશ્ચય નયથી જોતાં તે કઈ પણ પદાર્થને નાશ થતો નથી, કારણ કે તેનું રૂપાંતર જ થાય છે એટલે સૂક્ષ્મ વિભાગ થઈ વિખરાઈ જાય છે, પણ તે આ જગતની બાહેર જતાં નથી–જગમાં સદા દ્રવ્યરૂપે કાયમ જ રહે. છે. તેઓ પાછા સમવાય ગે દરેક પરમાણુઓ ભેગા થઈ તેવાજ બની જાય છે. હાલમાં રસાયન શાસ્ત્રીઓએ એ પદાર્થોમાં અવિનાશિવને ગુણ સિદ્ધ કરેલ છે. વળી સૂર્ય, પૃથ્વી અને સમસ્ત તારાઓ અનાદિ છે. તે સિવાય બીજા સર્વ સાંસારિક પદાર્થોમાં એક વિશેષ સ્વભાવ છે કે જેથી તેઓમાં કાંઈ પણ વિપરીત ભાવ થઈ શકતું નથી. મનુષ્ય ન હોય તે બાળક ઉત્પન્ન થઈ શકતું નથી. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, સ્ત્રી અને પુરૂષ અનાદિ છે. જ્યારે સ્ત્રી પુરૂષ અનાદિ છે, તે તેને સ્થાન વિના રહી શકતાં નથી, આથી માનવું જોઈએ કે એવી જગ્યાઓ પણ અનાદિ છે. મનુષ્ય આદિ પ્રાણીઓ હવા અને પાણી અને ભેજનના પદાર્થો વિના જીવી શક્તા નથી, તેથી એ પદાર્થો પણ અનાદિ માનવા જોઈએ. વળી નવી શોધ પ્રમાણે લકિકમાં એમ પણ કહેવામાં આવે છે કે, મનુષ્ય જે પોતાના મુખમાંથી શ્વાસ બાહર કાઢે, તે ખરાબ થઈ જાય * જીવને કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ, અને કર્મ. અજીવને ઉધમ અને કર્મ સિવાય ઉપરના ત્રણ સમવાયને યોગ હોય છે.