________________ આત્મોન્નતિ, મહત્તા માનવા લાગ્યા છે. કેટલાએક તે પ્રઢ-વયમાં આવ્યા છતાં પણ એ સ્વતંત્રતાની ભાવનામાંથી મુક્ત થઈ શકતા નથી. આચારમાં આવું સ્વાતંત્ર્ય અને વિચારમાં વિપરીતતાનું દર્શન–એ આ પંચમકાળને જ પ્રભાવ છે. શ્રીમાન્ આહંત ધર્મ આવા વિકટ સમયમાં પણ આહત પ્રજાનું કલ્યાણ કરે.” આવી ભાવના ભાવતા તે મહાત્મા રેવતગિરિના શિખર ઉપર આવી પહોંચ્યા. વિધિપૂર્વક પ્રભુની વંદના કરી અને બીજા તીર્થ સ્થળની યાત્રા કરી તેઓ પાછા પિતાના સ્થાન પર પધાર્યા. આ સમયે સત્યચંદ્ર અને શેધકચંદ્ર તે મહાત્મા અને તેમના શિષ્યમંડળ સાથે યાત્રા કરવા ગયા હતા, તેઓ પણ તેમની સાથે જ પાછા ગુરૂવાસમાં આવ્યા હતા. મહાત્માએ અને તેમના મુનિમંડળે આજે પર્વોપવાસ કરેલ,. તેથી તેઓ શરીર નિર્વાહના કૃત્યમાં પ્રવર્યા ન હતા. તત્કાળ પિતાના મુનિધર્મની સમય ક્રિયા કરી પરવાર્યા અને તેમણે સત્યચંદ્ર અને શેકચંદ્રની સાથે ચર્ચા કરવાને આરંભ કર્યો. મહાત્મા આદિવદને બેલ્યા–“ભદ્ર! આજે તમારે કયા વિષય ઉપર ચર્ચા કરવાની છે? તે જણાવે.” શોધકચંદ્ર અને સત્યચંદ્ર નમ્રતાથી બેલ્યા–“કૃપાનિધિ ! અમારા હૃદયમાં આ જગત્ વિષે પ્રશ્ન કરવાની ઈચ્છા થાય છે, આ જગતને સ્વરૂપને માટે જૈન અને જૈનેતર શાસ્ત્રો જુદાં જુદાં વિચારે બતાવે છે, તે વિષે અમારા હૃદયમાં શંકા થયા કરે છે, તે આપ કૃપા કરી અમારા શક્તિ હૃદયને નિઃશંક બનાવશે. આ જગત આદિ છે કે અનાદિ છે? જૈનશાસ્ત્ર તેને અનાદિ માને છે, ત્યારે બીજા શાસ્ત્રો તેની ઉત્પત્તિ માની તેને સાદિ કહે છે. અને તે જગતને કર્તા ઇશ્વર માને છે. તે આ વિષય ઉપર અમારા હૃદયમાં અનેક પ્રશ્ન ઉભા થાય છે, તે આપ કૃપા કરી તે વિષે વિવેચન કરી સમજાવે. આપ મહાનુભાવના મુખચંદ્રમાંથી પ્રગટ થયેલી સિદ્ધાંત વાણું અમારા સંશય રૂપ અંધકારને દૂર કરી નાખશે.” મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર! તમારી જિજ્ઞાસા તૃપ્ત કરવાની અમારી ઈચ્છા છે, તેથી તમે તે વિષે પ્રશ્ન કરે એટલે તેને ઉત્તર અમારા તરફથી મળશે.”