________________ યાત્રા 2 જી. - - - આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી મહાત્માના મુખની ધર્મલાભની આશીષ લઈ તે બંને ગૃહસ્થ પરિવાર સાથે વિચરતા તે મહાત્માની સાથે ચાલતા થયા. ઈર્ષા સમિતિના વિધિથી વિચરતા તે મહાત્મા તળેટીના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં આવી તીર્થ વંદન કર્યું. ત્યાર પછી તે મહાત્માએ તે ગિરિવરની સપાન શ્રેણીને પિતાના ચરણકમળથી અલંકૃત કરી. આ સમયે પ્રભાતને શીતળ પવન વાતે હતે. ગિરનાર ગિરિની વિવિધ ઔષધિઓની સુગંધ પ્રસરી રહી હતી. ગગનની સાથે વાત કરતાં તેના સુશોભિત શિખરેની રમણીયતા અદ્ભુત દેખાતી હતી. તે સમયે આપણું પરમ પવિત્ર મહાત્માના હૃદયમાં તે તીર્થરાજની ઉત્તમ ભાવના પ્રગટ થતી હતી. તે તીર્થરાજનું અદ્ભુત માહાસ્ય તેમના સ્મરણ માર્ગમાં આવતું હતું. સમુદ્રવિજ્યના કુલ નંદન અને પિતાના જન્મથી યાદવ કુળને ઉજવળ કરનાર ભગવાન્ નેમિનાથનું જીવનચરિત્ર તેમને યાદ આવતું હતું. તે મહાન પ્રભુએ પિતાના જીવનમાં જે જે કરી બતાવ્યું છે, તે સર્વ વૃત્તાંત તેમની સમ્યમ્ દષ્ટિ આગળ ખડો થયે હતે. તેમાં ખાસ કરીને નેમિપ્રભુની વૈરાગ્ય ભાવનાને તેઓ ભાવપૂર્વક ભાવતા હતા. તે સાથે તે સમયના અને વર્તમાન સમયના જનવર્ગની ભાવનાને તેઓ સરખાવતા હતા. વિરક્ત ભાવથી વિભૂષિત અને ચારિત્રના તેજથી પ્રકાશિત એવા તે મહાત્માએ પિતાના હૃદયમાં ચિંતવ્યું કે, “પ્રાચીન અને અર્વાચીન સમયની વચ્ચે કેટલું બધું તફાવત છે? પૂર્વના મુનિઓની અને આધુનિક મુનિઓની મને વૃત્તિમાં પણ ઘણે તફાવત જોવામાં આવે છે. ભગવાન શ્રી નેમિપ્રભુ જ્યારે આ ભરતક્ષેત્રને અલંકૃત કરતા હતા, તે સમયે આર્ય જેન પ્રજાની ભાવના કેટલી બધી વિશાળ હશે? આજકાલમાં નવીન જમાનાએ લેકેના હૃદયમાં સ્વાતંત્ર્યની અગ્ય ભાવના ઘાલી દીધી છે. આજ્ઞાકારિત્વ, વૃદ્ધ અનુભવીનું માન, હૃદય અને બુદ્ધિની પૂજા, વિનય અને ભક્તિ, એની સર્વત્ર અપૂર્ણતાજ જોવામાં આવે છે. ઉછરતા યુવકેના હૃદયમાં ઉદ્ધતાઈ, અહંકાર, અને ધૃષ્ટતાએ પ્રવેશ કરી દીધું છે. અને તેમાં જ તેઓ પિતાની