________________ ::. *, * : ' ' કરતા કા - lagn કાનના યાત્રા 2 જી. Galillah RBIG THE T આ જે પર્વને પવિત્ર દિવસ હતે. આહત ધર્મની ઉપાસના જ કરવાને આ શુભ સમય હતે. પંચ પરમેષ્ટીનું શુદ્ધ I ! હૃદયે ધ્યાન કરવાને આસ્તિક આહતે તત્પર બનતા HIS -હતા. રૈવતગિરિની યાત્રા કરવાને યાત્રાળુઓ ઉત્સાહી Road બનતા હતા. સંસાર સાગરને તરવામાં નાવ સમાન એવી જૈન ગુરૂની વાણી સાંભળવા તત્પર બનેલે જૈન વર્ગ ઉપાશ્રયની ભૂમિ આગળ આવતું હતું. દેવગુરૂના દર્શનથી આત્માને કૃતાર્થ માનનાર ભાવિક જૈન સ્ત્રી પુરૂષે હૃદયમાં ચઆતા પરિણામને ધારણ કરતા હતા. આ સમયે આપણો તે મહાત્મા ઉચ્ચ ભાવનાઓથી આત્માને ભાવિત કરતા રૈવતગિરિની યાત્રા કરવાને તત્પર બનતા હતા. સૂર્યોદય પહેલા નિત્ય ક્રિયામાંથી નિવૃત્ત થઈ ગયા હતા. જ્યારે તેઓ પિતાના વાસ સ્થાનની બહેર આવ્યા, તે સમયે શ્રાવક શોધચંદ્ર અને સત્યચંદ્ર તત્પર બની ત્યાં આવી ચડયા હતા. તેમણે પવિત્ર અને વૃત્તિથી તે ગુરૂવર્યને વિધિપૂર્વક વંદના કરી અને ઉભય હાથ જોડી પર્વના વ્રતને માટે નિયમ ગ્રહણ કર્યો. ગુરૂવર્યના આદેશથી વ્રત નિયમને ગ્રહણ કર્યા પછી તેઓએ નીચેના પદ્યથી ગુરૂની સ્તુતિ કરી"शांताकृति शांतमनोविकार, सद्भाव पूर्णांतर मात्मसारम् / परोपकार प्रवणं वरिष्टं, गुरुं भजामो भववारितारम् " // 1 // શાંત આકૃતિવાળા, જેમના મનના વિકારે શાંત થઈ ગયેલા છે, જેઓ ઉત્તમ ભાવથી પૂર્ણ છે, જે આત્માને સાર માનનારા છે, જે પરોપકારમાં પ્રવીણ છે અને જે સંસાર જળને તારનારા છે. તેવા વરિષ્ઠ ગુરૂને અમે ભજીએ છીએ. 1"