________________ યાત્રા 1 લી. મહાત્માના મુખથી આ શબ્દો સાંભળી તે બન્ને ધર્મ બંધુઓ તેમને વિધિથી વંદના કરી પિતાના ઉતારાના સ્થાન તરફ ચાલતા થયા. માર્ગે ચાલતા, તે મહાત્માની ઉપદેશ વાણીનીજ પ્રશંસા કરતા હતા, અને આવતી કાલે કયા વિષય ઉપર પ્રશ્ન કરવા તે સંબંધી વિચાર કરતા હતા. શેધકચંદ્ર પિતાને જે જે શંકાઓ છે, તે વિષે પ્રશ્ન કરવાને કેમ ગેહવત હતું અને સત્યચંદ્ર તેમાં એગ્ય લાગે તેવી સૂચનાઓ કરતે હતે.