________________ (42) આત્મોન્નતિ, મહાત્માનાં આ વચને સાંભળી શોધચંદ્રના હૃદયને પૂર્ણ આશ્વાસન મળ્યું અને તેના હૃદયમાં પ્રસરી ગયેલું શંકાજાલ છેડે છેડે વિખરાઈ જવા લાગ્યું. તેની મને વૃત્તિ આહંત સિદ્ધાંત ઉપર પ્રતીતિ ધારણ કરવા લાગી. ઈશ્વર જગત્કર્તા છે, એ તેને સિદ્ધાંત શિથિલ થઈ ગયે. તત્કાલ આનંદિત થઈને તેણે આ પ્રમાણે ઉગાર કાઢયે. ભગવદ્ ! આપે દષ્ટાંતપૂર્વક વિવેચન કરી મારી દઢ શંકાઓને શિથિલ કરી નાખી છે. આપના ઉપદેશ રવિના પવિત્ર પ્રકાશે મારા હૃદયના ગાઢ અંધકારને વિખેરી નાખ્યું છે. આપ મહાત્માને મારા જીવન ઉપર ભારે ઉપકાર થયું છે. આપના પવિત્ર સમાગમથી મારે આત્મા નિઃશંક થઈ સન્માર્ગને સાથી બનશે.” સત્યચંદ્ર અંગમાં ઉમંગ લાવીને જણાવ્યું,–“ભગવદ્ ! મારા ધર્મબંધુ શેધકચંદ્રના જેવો મને પણ મહાન લાભ થતું જાય છે. આપના જેવા કેઈ સલ્લુરૂને વેગ મને પ્રાપ્ત થયું નથી, તથાપિ પૂર્વકર્મના ભેગથી આહત કુળમાં મારે જન્મ છે અને સારા સારા મુનિવરે અને વિદ્વાને ના સમાગમમાં આવેલું છું, એટલે આહંત ધર્મના તત્વ ઉપર મારી પૂર્ણ આસ્તા થઈ ગઈ છે. તથાપિ કઈ કઈ સ્થળે હદય શંકાતુર થયેલું છે. તે આપના સમાગમથી તદ્દન નિઃશંક થઈ શકશે. તે સાથે આહંત સિદ્ધાંત ઉપરની મારી આસ્તા આપ સૂરિવરના ઉપદેશના શ્રવણથી વિશેષ પુષ્ટિને પામશે. આટલું કહી તે તરૂણે પિતાની કવિત્વ શક્તિથી તે મહાત્માની આ પ્રમાણે સ્તુતિ કરી - " यद्देशना गिराज्योत्स्ना, विनाशयति सत्वरम्। શોખાનાંતર ઢાંળું, તૌ શ્રીગુરવે નમઃ” ? જેમની દેશના વાણીરૂપી ચાંદની શ્રેતાઓના અંતરના અંધકારને નાશ કરે છે, તે શ્રી ગુરૂને નમસ્કાર છે.” 1 આ પ્રમાણે સ્તુતિ કરી તે બંને તરૂણેએ તે સૂરિવરને વંદના કરી. તે સમયે અવસરને જાણનારા તે મહાત્માએ જણાવ્યું, “ભદ્ર! શ્રાવકે, હવે અમારી નિત્ય ક્રિયા કરવાને સમય થઈ ગયો છે, તેથી આવતી કાલે અત્રે આવજો અને યાત્રા કર્યા પછી તે વિષે વિવેચન કરીશું. આજની ચર્ચા સમાપ્ત કરવામાં આવે છે.”