________________ યાત્રા 1 લી. (41) 2 અપેક્ષા, 3 નિમિત્ત અને 4 અસાધારણ, તેમાં જે ઉપાદાન કારણ છે, તે મુખ્ય છે. કારણ કે તે કારણ વિના કાર્યની અસ્તિ સંભવતી નથી. તે ઉપર મૃત્તિકાના ઘડાનું દષ્ટાંત છે. ઘડાનું ઉપાદાન કારણ માટી છે, હવે તે માટી વિના ઘડો કયાંથી બની શકે? મૂળ ન હોય તો શાખા ક્યાંથી હોય? તેવી રીતે જે આ જગતુ ઈશ્વર કે બ્રહ્મનું રચેલું માનીશું તે આ સર્વ જગત્ ઈશ્વરમય કે બ્રહ્મમય થશે. જ્યારે આ જગત્ બ્રહ્મમય છે, તે પછી પુણ્ય કરવાનું કારણ શું? એગીએ ઘણાં ઘણું કષ્ટ વેઠી યમ, નિયમ, પ્રાણાયામ તથા હઠગ અને રાજગ વગેરે કરે છે, તે તેમને શા માટે કરવું પડે ? જ્યારે સર્વ જગત્ બ્રહ્મમય છે, તે પછી પુણ્ય પાપનાં ફળ કેણું ભગવશે? જ્યાં પુણ્ય પાપનો પ્રલયજ છે, ત્યાં ભેગવવાની વાત શી કરવી? તેથી જે ઈશ્વરને આ સુષ્ટિ કર્તાનું ઉપાદાન કારણ માનીએ તે આ સૃષ્ટિના કર્તા બ્રહ્મ સિદ્ધ થઈ શકતું નથી, કારણ કે મુક્તિને માટે પ્રયાસ કરનારા મુક્તિપરાયણ જેને આપણે દષ્ટિએ જોઈ શકીએ છીએ. અને નિર્જરાને માટે તપ, નિયમ વગેરેનું સેવન કરીએ છીએ. બ્રહ્મ જેનું ઉપાદાન કારણ છે, એવું આ જગત્ બ્રહ્મમય હોય તે પછી તેમ કરવાનું કાંઈ પણ કારણ નથી. ભદ્ર! આ ઉપરથી જે વિચાર કરશે તે જૈનધર્મ (જોન ફિલેસૈફી) પ્રમાણે જે માન્યતા છે, તે તમને સત્ય લાગશે. જૈન દર્શનમાં કહ્યું છે કે, “આ જગમાં અનંત જીવે છે. તેઓ સિદ્ધ-બ્રહ્મ સમાન સત્તારૂપ છે, તે અનાદિ કાળથી છે, તેમને કઈ બનાવતું જ નથી. જેમ જેમ કર્મના બંધનથી મુક્ત થવાય છે, તેમ તેમ સિદ્ધપરમાત્મારૂપ થવાય છે, એવા અનંત જીવો મોક્ષે ગયા છે અને જશે. મુક્તિને માર્ગ કોઈએ રજીસ્ટર કરેલ નથી, તે સર્વને માટે ખુલ્લે છે. જે જેવાં કર્મ કરશે, તે તેવાં ફળ પામશે, પછી તે ચહાય તે જૈન હશે કે, બ્રાહ્મણ, મુસલમાન, થેગી, સંન્યાસી કે ફકીર હશે, ગમે તે જાત જાત અને ધર્મને હશે. જે કઈ આ જગતની માયાનું નિબિડ બંધન તેડશે-કર્મથી વિરક્ત થશે, તે ખુલ્લી રીતે મેક્ષે જશે, એવું જૈનેના નિષ્પક્ષપાતી અને નિસ્પૃહી મહાત્માઓ પિકાર કરીને જણાવે છે.