________________ (40 આત્મોન્નતિ.. જાય છે, તેમાં પણ કઈ વાર એ ભય આવે છે કે, જેથી તે માર ખાઈ પાછી આવે છે અને તેને ફરી વાર બધા પાટ ફરવા પડે છે, તેમ કરતાં સારે ગ મળતાં તે જ્યારે પિતાના પાટમાં આવી મધ્ય ભાગે પેશી જાય છે, ત્યારે તે નિર્ભય થાય છે. પછી ફરી વાર તેને મરવાને વખત આવતું નથી, તેવી રીતે આ જીવને ચોરાશી લાખ જીવનિની બાજુમાં ફરતાં ફરતાં આ મનુષ્ય ભવરૂપી સુવાને પાટ મળે છે. હવે જે તે ઉત્તમ ભવમાં આરામ લઈ ઉંચી જાતને પ્રયત્ન કરે તે મોક્ષરૂપ મધ્ય ભાગમાં નિર્ભયપણે રહેવાને લાભ તેને મળી શકે છે. તે સ્થળે પહોંચ્યા પછી તેને ફરી વાર જન્મ મરણના બ્રમણને ભય રહેતું નથી. મનુષ્ય જીવને નિર્ભય થવાનું સ્થળ પિતાની સત્તામાં રહેલું છે. જે કદિ તે ધર્મરહિત રહી માયામાં ફસાઈ મૃત્યુ પામશે તે પછી તેને નીચ ગતિમાં જવું પડશે અને પુનઃ નવેસરથી એકેદ્રિય આદિ માં ભ્રમણ કરવું પડશે. તેથી આ સંસારના ક્ષણિક સુખમાં નહીં લલચાતાં ધર્મ સાધન કરી સર્વજ્ઞ પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તી ચડતી પાયરીએ ચઢતાં છેવટે નિર્ભય એવા મેક્ષના સ્થાન ઉપર આરૂઢ થવા પ્રયત્ન કરે એજ મનુષ્ય જન્મ મળ્યાનું સાર્થક છે. સત્યચંદ્ર–આનંદિત થઈને બેલ્ય-“ભગવદ્ ! આપની આ ઉપ દેશવાણી સાંભળી હૃદય પરમ હર્ષને ધારણ કરે છે. ભાઈ શોધકચંદ્ર! સૂરિવરનાં આ વચને મરણમાં રાખજે. તમારા હૃદયમાં પ્રસરેલા અજ્ઞાનતાના અધિકારને દૂર કરજો.” શોધકચંદ્ર–ધર્મબંધુ! તમારાં વચને યથાર્થ છે. મહાત્માની વાણીમાં કઈ વિલક્ષણ ખુબી રહેલી છે, કે જે સાંભળતાં હૃદય નિર્ણય ઉપર આવતું જાય છે. મારા હૃદયને પરિપૂર્ણ તૃપ્તિ થતી જાય છે. હજુ પણ અનેક પ્રકને ઉત્પન્ન કરી હું મારા હૃદયને તદ્દન નિ શંક બનાવી દઈશ. આ પ્રમાણે કહી શોધકચ પુનઃ આ પ્રમાણે પ્રશ્ન કર્યો-“ભગવન્! બીજા કેટલાએક શાસ્ત્રોમાં એમ પણ કહે છે કે, આ સુષ્ટિ બ્રહ્માએ રચેલી છે, તે તેમાં શું ખોટું છે?” મહાત્મા સાનંદ વદને બોલ્યા-“ભદ્ર! સાંભળે, તે વિષય સમજવા જેવું છે. કેઈ પણ કાર્યમાં ચાર કારણે હોય છે. 1 ઉપાદાન,