________________ યાત્રા 1 લી, (39) એ પણ છવ શરીર છે. તેમ વળી જે સાત ધાતુ સેનું રૂપુ વિગેરે છે, તે પણ એકેદ્રિય પૃથ્વીકાય જીવના શરીર છે, તે જીવે જ્યાં સુધી ખાણમાં છે, ત્યાં સુધી જીવ શરીરે છે અને તેમાંથી જ્યારે તેને બાહર કાઢે છે અગર અગ્નિમાં તપાવે છે, ત્યારે તે જીવ રહિત થાય છે. જે બીજા ખનીજ પદાર્થો હીરા માણેક વિગેરે છે, તે બધા તેમજ ખડી, મીઠું, બધી જાતના ખાર, હરતાળ, મનસિલ વિગેરે પૃથ્વીકાય જીવના શરીરે છે. જેઓ અગ્નિથી અથવા કેટલેક કાળે કરી નિર્જીવ થાય છે તેમના એકલા અંગ રહે છે, તેઓ પછી નિર્જીવ જડ પદાર્થ કહેવાય છે. જે સૂર્ય, ચંદ્ર અને તારાઓ દેખાય છે, તે દેવના વિમાન છે, તે પણ એનાજ શરીર છે. અગ્નિ, મેઘના જળ પણ અનાજ શરીર છે. એ બધા પોતપોતાના કર્મને અનુસારે શરીર ધારણ કરી તે શરીરમાંથી મુક્ત થઈ પાછા વિવિધ જાતનાં શરીર ધારણ કરે છે. મૂળ જીવતત્વ (જીવદ્રવ્ય રૂપે) બધામાં એક જ છે. આ જગતમાં જેટલા પદાર્થો આપણી દૃષ્ટિએ આવે છે, તે બધા પદાર્થો જેના શરીર છે. તેમાં કેટલાએક સજીવ અને કેટલાએક નિર્જીવ છે. એ તમામ શરીરને જૈન શાસ્ત્રમાં કર્મ કહે છે. તે છે કર્મને અનુસારે અનાદિ કાળથી રાશી લાખ જીવનિમાં ભ્રમણ કરે છે. આપણે પણ બધી જાતની જીવનિમાં ભ્રમણું કરી આ દુર્લભ મનુષ્ય ભવને પામેલા છીએ. આ મનુષ્ય ભવથી ધર્મ સાધી શકાય છે અને તેથી આપણે ઉંચી પાયરીએ ચડતાં અને સર્વ કર્મને ક્ષય કરી શાશ્વત સુખ રૂપ અને જન્મ મરણ રહિત એવા પરમાત્મ પદને પામી શકીએ છીએ. આથી આ ચિંતામણિ સમાન માનવ ભવને આપણે ફેગટ ગુમાવે ન જોઈએ. એ સર્વોત્તમ ભવ વારંવાર મળતો નથી. આ જન્મ મરણનું ભ્રમણ એક સોગઠાબાજીની રમત સમાન છે. જેમ એક સોગઠી બાજીના તમામ ઘર ફરતી ફરતી પિતાના વચલા ખાનામાં આવી સુવે છે. તે સંગઠીને તે સ્થળે આવતાં સામા પક્ષ તરફથી અનેક જાતના કષ્ટ આવે છે. કેઈ વાર તે મરાઈ જાય છે અને પછી ઘેર બેશી જ્યારે દાવ આવે ત્યારે ફરવા નીકળે છે, તે દેવગે સારી રીતે ચાલતી પિતાના ઘરમાં આવી સુઈ