________________ ( 6 ) આત્મોન્નાત, અવતાર લીધા સિવાય તેઓ તે કામ કરી શકતા નથી. જે તેઓ સામર્થ્યવાળા હોય તે ગર્ભવાસમાં શા માટે પડે? આ ઉપરથી સિદ્ધ થાય છે કે, તેનાં સર્વ કર્મ ક્ષય થયાંજ નથી. જે કર્મ ક્ષય થયાં હોય તે તે પુનઃ અવતાર લેવા આવે નહીં. સર્વથા કર્મને ક્ષય થવાથી મેક્ષજ થાય છે. મુક્ત આત્મા પાછે પ્રગટ થતું નથી–દગ્ધ થયેલું બીજ ફરી વાર ઉગતું નથી. ધકચંદ્રકેટલાએક એમ કહે છે કે, જ્યારે માણસ મૃત્યુ પામે છે, ત્યારે તેના જીવને રાજાને પોલીસ જેમ ગુન્હેગારને પકી લઈ જાય છે તેમ યમ રાજાના દૂત પકડી લઈ જાય છે. યમ રાજાની નીચે ચિત્રગુપ્ત નામે એક વહિ લેખક છે; તે પિતાના ચોપડામાં જીવે છે જે પાપ કે પુણ્ય કર્યો હોય, તે જુવે છે પછી તેને તે પ્રમાણે શિક્ષા કરે છે. જીવે કરેલા પાપ પુણ્યને અનુસારે તેને શિક્ષા થવા માટે તેવી જગ્યાએ જન્મ લેવા મોકલે છે. તેને જન્મ થયા પછી છ દિવસે વિધાતા તેની જીંદગીમાં પાછલાં કરેલાં કર્મને અનુસારે સુખ-દુઃખ ભેગવવાનું લખે છે અને આયુષ્યની મર્યાદા બાંધે છે, તે પ્રમાણે જીવ સુખ દુઃખ ભેગવી મરણ પામે છે. પાછા યમદુત તે જીવને ધર્મરાજા પાસે લઈ જાય છે અને ત્યાં તેને ઈન્સાફ કરવામાં આવે છે. આ વિષે શું હશે? મહામા–ભદ્ર! એ વિષયને વિચાર કરશે તે તરત જાણવામાં આવશે કે, આ કલ્પના તદ્દન બેટી છે. કારણકે, તેમ માનવાથી પ્રથમ તે તમારા ઈશ્વરની સત્તા ઉડી જશે. જ્યારે ધર્મરાજા જીવને શિક્ષા કરે અને વિધાતા સુખ દુઃખના લેખ લખે તે પછી ઈશ્વરના હાથમાં શું રહ્યું ? જ્યારે ઈશ્વર તદ્દન નકામા થયા તે પછી તેમની ભક્તિ શા માટે કરવી. એવા સત્તારહિત ઈશ્વર આપણને શું લાભ આપશે? ખરી રીતે તે મનુષ્યએ યમરાજ અને વિધાતાને ભજવા જોઈએ, કારણ કે, માણસોનું ભલું કે બુરું કરવું, એ તેમના હાથમાં છે. વળી તમે રાજાના ઇન્સાફની સાથે ઈશ્વરને ઈન્સાફ સરખા છે અને ઈશ્વરને આખા જગતના રાજા તરીકે કરાવ્યા છે, તે તેમાં