________________ યાત્રા 1 લી, (35) ચાલતા પદાર્થો જેટલે વખત તેના યંત્રની પ્રેરણા બંધ પડતી નથી, તેટલે વખત તેના વેગને કઈ રોકી શકતા નથી, તેવી જ રીતે જીવ કર્મના વેગને રોકવામાં સમર્થ નથી. કદિ અહીં એવું પુછો કે, જીવને ભવાંતરમાં કેણે લઈ જાય છે? તેમજ જીવના શરીરની રચના કે જે આંખના પડદા, અનેક પ્રકારના રંગબેરંગી હાડ, ત્વચા, રૂધિર અને વીર્ય વગેરે દેખાય છે, એ કેણ રચે છે? એનું પૂર્ણ સ્વરૂપ જૈન કર્મ ગ્રંથમાં વિસ્તારથી આપેલું છે, તે તેમાંથી જાણી લેવું. આ બધા કારણેને લઈને ઈશ્વર જગતના કર્તા કઈ રીતે પણ સિદ્ધ થતા નથી. શોધકચંદ્ર–આપે જે વિવેચન કરી બતાવ્યું, તે મને યથાર્થ ભાસે છે, પરંતુ હજુ તેમાં કેટલીએક શંકાઓ છે, તે આપ કૃપા કરી દૂર કરશે. સત્યચંદ્ર–ધર્મબંધુ! જે કાંઈ શંકા હોય તે ખુશીથી પ્રકટ કરે. આ મહાત્મા આપણી શંકાઓને નાશ કરી નાખે છે. શોધકચંદ્ર–ભગવન્! કેટલાએક કહે છે કે, સાધુ પુરૂષને ઉપકાર કરવાનું અને દુષ્ટને સંહાર કરવાને ઈશ્વર યુગ યુગમાં અવતાર ધારણ કરે છે. વળી કેટલાએક એમ પણ કહે છે કે, ભગવાન ક્ષે ગયેલા હોય છે, પણ પિતાના ભક્તને કલેશ પામતાં જાણી ફરી વાર અવતાર ધારણ કરે છે. મહાત્મા–હાસ્ય કરતાં બોલ્યા “ભદ્ર! તમે દીર્ધ દૃષ્ટિથી વિચાર કરશે તે તમને પણ જણાશે કે, જેએનું કર્મબીજ સમૂળગું બળી ગયું છે અને તેથી જેઓ મોક્ષે ગયા હોય, તેઓ પુનઃ સંસારમાં અવતાર લઈ શકતા નથી. અને જે તેઓ અવતાર લે છે, તે જાણવું કે, તેઓ પરમાર્થપણે મોક્ષરૂપ થયાજ નથી. તેમના સર્વ કર્મને ક્ષય જ નથી. જે તેમના મહાદિ કર્મને ક્ષય થયે હોય તે તે પિતાના મતને તિરસ્કાર દેખી શા માટે પીડા પ્રાપ્ત કરે? આ દુખ રૂપ સંસારમાં શા વાસ્તે અવતાર ધારણ કરે? જો તેઓ સાધુ પુરૂષોના ઉપકાર માટે અને દુષ્ટ પુરૂષના સંહાર માટે અવતાર લેતા હોય તે તેઓ પૂરેપૂરા અસમર્થ થયા. કારણ કે,