________________ (34) આત્મતિ, મહાત્મા–ભાઈ! એ વાત કેમ મનાય? માતાપિતા વિના કદિ પણ સંતાનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે કદિ એમ માતાપિતા વિના ઈશ્વરે પ્રથમ મનુષ્ય ઉત્પન્ન કર્યાં હતાં, તે આજ પણ એવી રીતે કેમ કરતાં નથી? મૈથુન સેવન, ગર્ભ ધારણ, ગર્ભવાસ વગેરેનાં સંકષ્ટ શા માટે ઉત્પન્ન કર્યો? ઈશ્વરે અનંતવાર સુષ્ટિ રચી અને પ્રલય કર્યો, તે પણ તે થાકી જતા નથી તે હવે મનુષ્યને બનાવવાથી શ થાક લાગવાને હતું? ભદ્ર! આવી કલ્પના શા માટે કરે છે? માતાપિતા વિના પુત્ર ઉત્પન્ન થાય, એ કદિ પણ બની શકતું નથી. જેમ મુરઘીથી ઈંડું અને ઈંડાથી મુરઘી, એમાં પ્રથમ કેણ? એ કહી શકાતું નથી, તેવી જ રીતે આ સૃષ્ટિના વિષયમાં પણ સમજવાનું છે, આ જગતને પ્રવાહ અનાદિથી તેવી જ રીતે ચાલતે આવેલે સિદ્ધ થાય છે. શોધકચંદ્ર–ભગવન! આપે કહ્યું, તે યથાર્થ છે. પણ એમ માન વામાં એક બાધ આવે છે. જે કદિ ઈશ્વર સર્વ પદાર્થના કર્તા ન હોય અને તે ક જીવજ હોય તે તે જીવ પોતે શરીર ધારણ કરી લેશે. અને પછી શરીરને કદિ પણ છોડશે નહીં. તેમજ પિતા પોતાનાં સારાં ફળ ભેગવી લેશે. મહાત્માએ તર્ક પ્રગટ કરી જણાવ્યું, “તમે જે કહ્યું તે સર્વ કર્મને વશ છે. પરંતુ જીવને આધીન નથી. કેમકે તમે જે એમ કહે કે, કર્મ પણ જીવેજ કર્યા હતા, ત્યારે આવે અશુભકર્મ કેમ કર્યો? કઈ પણ જાણી જોઈને પિતાનું અશુભ કરતા નથી. આ વિષે એક વાર કહેવામાં આવ્યું છે, તથાપિ તે વિષે ફરી વાર કહેવું પડે છે. જીની જે જે શુભ-અશુભ અવસ્થા છે, તે સર્વ કર્મોનું ફળ છે. તેમ વળી જીવ કર્મ કરવામાં તે પ્રાય: સ્વતંત્ર છે, પણ તે ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી. જેમ કે ઈ મનુષ્ય પિતાના ધનુમાંથી તીર ચડાવી ફેકે છે, પણ પછી તેને પકડવા ચાહે તે, તે સામર્થ્ય તેનામાં નથી, તેમ વળી કઈ વિષ ખાય છે, તે ખાવામાં સ્વવશ છે, પણ તે તે વિષના વેગને રોકવામાં સમર્થ નથી. તેમ છવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પણ તેનાં ફળ ભોગવવામાં પરત છે. વરાળ યંત્રથી