________________ યાત્રા 1 લી, ( 33) વળી તારા કહેવા પ્રમાણે જ્યારે સર્વના રચનાર ઈશ્વર થાય તે આ જગતમાં ત્રણસને બેસઠ પાખં મતે ચાલે છે, તેમનાં શાએ પણ ઈશ્વરે રચ્યાં હોય તે તે શાસ્ત્ર પરસ્પર એકબીજાથી વિરૂદ્ધ છે, તેમાં કેટલાએક શાસ્ત્રો સત્ય હશે અને કેટલાએક અસત્ય હશે, તે ઉભયના ઉપદેશક ઈશ્વરેજ કર્યા, તે પછી ઈશ્વર પિતેજ સર્વ મતવાળાઓને અરસપરસ લડાવે છે, એમ ઠર્યું. હજારે બલકે લાખે મનુષ્ય મતમતાંતરના કલહમાં મરી જાય છે. ઈશ્વરે આમાં શાસ્ત્ર શું રચ્યું? ઉલટ જગતમાં એક મેટે ઉપદ્રવ રચે તે જુઠા શાસ્ત્રના રચનારાઓને મહાન ધૂર્ત કહેવા જોઈએ. કદિ કહે કે, ઈશ્વરે તે સત્યજ શાસ્ત્ર રચ્યાં છે, અસત્ય રચ્યાંજ નથી. અસત્ય તે એ પોતે જ બનાવી લીધા છે, તે એમ સાબીત થાય છે કે, ઈશ્વરે જગતું પણ નહીં રચ્યું હોય, આ જગત પણ એ જ રચ્યું હશે, કારણ ઈશ્વર સર્વ વસ્તુના કર્તા સિદ્ધ થતા નથી. વળી પહેલાં તમે એવું અનુમાન કર્યું હતું કે, જે જે આકારવાળી વસ્તુઓ છે, તે તે બુદ્ધિમાનની રચેલી છે. કેઈ જુને કુવે છે, તેને કારીગર ત્યાં ઉપલબ્ધ થતું નથી, તે પણ અનુમાનથી તેને રચનાર કેઈ કારીગરજ સિદ્ધ થશે. જેમ નવા કુવાને કર્તા ઉપલબ્ધ થાય છે તેમ ભદ્ર! આ અનુમાન પણ બરોબર નથી, કારણકે, સંધ્યા, વાદળાં વગેરે આકારવાળાં દેખાય છે, પણ તેમને બુદ્ધિમાન કર્તા કેઈ નથી. કદિ અહીં એમ કહી બચાવ કરે કે, ઇંદ્ર ધનુષ્યના આકારવાળાં વાદળાં બુદ્ધિમાનાં કરેલાં મનાતાં નથી, તે પછી કહેવાનું છે, ત્યારે પૃથ્વી, પર્વત વગેરે કુદ્રત પણ બુદ્ધિમાના રચેલા ન માનવા જોઈએ. ભદ્ર! વળી આ પ્રસંગે એક મુદ્દાની વાત યાદ આવે છે કે, તમે પહેલા કહી ગયા છે કે જ્યારે ઈશ્વરે સૃષ્ટિ રચી ત્યારે સ્ત્રી પુરૂષ તે નહતા, તે પછી વિચારે કે, માતપિતા વિના મનુષ્ય કેમ ઉત્પન્ન થયા હશે ? શોધકચંદ્ર–આ પ્રશ્નના ઉત્તરમાં તે એમ કહેવામાં આવે છે કે, જ્યારે ઈશ્વરે સૃષ્ટિ રચી ત્યારે તેમણે માતપિતા વિના ઘણા પુરૂષ અને ઘણી સ્ત્રીઓ રચી હતી, તે પછી ગર્ભથી ઉત્પત્તિ થવા લાગી.