________________ (૩ર ) આત્મતિ, ઈશ્વર તે વીતરાગ છે. તેવા વીતરાગ ભગવાન કાડામાં મમ કેમ સંભવે? શોધકચં–જે ઇશ્વર સૃષ્ટિ કર્તા છે, તેનામાં રાગ અને દ્વેષ રહેલા છે, તેથી તેનામાં કિડા કરવાનો સંભવ હોઈ શકે છે. એમ કહીયે તે શું ખોટું? મહાત્મા હાસ્ય કરીને બેલ્યા-“જ્યારે ઈશ્વર રાગી અને દ્વેષી હોય તે તેઓ આપણું મનુષ્યના જેવાં ઠર્યો. તેઓ વીતરાગ અને સર્વજ્ઞસિદ્ધ ન થયા. પછી આપણામાં અને તેમનામાં શું તફાવત? હવે તેઓ જગના કર્તા શી રીતે બની શકે? જેથી તેમ પણ હાઈ શકતું નથી. શોધકચક–જ્યારે ઈશ્વરને રાગ, દ્વેષ યુક્ત માનવામાં અને સર્વજ્ઞ માનવામાં આવે તે પછી તે જગતના કર્તા થઈ શકે. મહાત્મા–એમ માનવામાં શું પ્રમાણ છે? કે જેથી ઈશ્વર રાગી, ષી અને સર્વજ્ઞસિદ્ધ થઈ શકે? શોધકચંદ્ર–ઈશ્વરને એ રવભાવજ છે કે, રાગી હેલી થવું અને સર્વજ્ઞ પણ રહેવું. સ્વભાવમાં કઈ જાતને તર્ક-વિતર્ક થઈ શકતું નથી. જેમ અગ્નિને દાહક સ્વભાવ છે, ત્યારે આકાશને દાહક સ્વભાવ કેમ નથી? આ પ્રશ્નના ઉત્તરમાં એમજ કહેવાશે કે, અગ્નિને દાહક સ્વભાવ છે તે આકાશમાં નથી. ઈશ્વરને પણ તેમ રાગી, દ્વેષી અને સર્વજ્ઞ હેવાને સ્વભાવ છે. મહાત્મા–જ્યારે એમ કહેશે તે પણ ઘણી વાતમાં વિરોધ આવશે. કઈ માણસ ઘેડાને કહેશે કે, આ ઘેડું સર્વ જગતનું રચનાર છે.” તેનું કારણ પુછતાં પણ એજ ઉત્તર આપવામાં આવે કે, એ ઘેડાને એ સ્વભાવ છે કે, તે આ જગતને રચી રાગ દ્વેષવાળાં અને સર્વજ્ઞ બની પછી ઘડા રૂપે થઈ જાય છે. એવી રીતે બીજા ગમે તે એને પણ જગતના કર્તા સિદ્ધ કરી શકાશે. પછી ઈશ્વર કેણ થયા? જે કાંઈ પિતાના મનમાં માન્યું, તે બનાવી દીધું. આ તે ઈશ્વરને મોટું કલંક લાગે છે. ભદ્ર, અહીં દીર્ઘ વિચાર કરજે. પરમેશ્વર સર્વજ્ઞ અને વિતરાગ છે. તે કીડાના હેતુથી આ જગતને રચે નહીં, એ સિદ્ધ થાય છે,