________________ આત્મોન્નતિ, તેવાં ધર્મ-અધર્મનાં ફળ ભોગવવામાં નિમિત્ત કારણ બની જાય છે. જેમ ચેર ચેરી કરે છે, તેને ચોરી કરવાનું ફળ રાજા આપે છે, તે ઉપરાંત વળી તે કેઢીઓ થાય છે, તેના શરીરે કીડા પડે છે, અગ્નિમાં બળી જાય છે, પાણીમાં ડૂબી જાય છે, આથી હણાય છે, અને બીજા અનેક સંકટ ભેગવી મરી જાય છે. અને કઈ નિર્ધન બની જાય છે-ઈત્યાદિ અસંખ્ય નિમિત્તાથી તે પિતે કરેલા કર્મના ફળ ભેગવે છે, અહીં નિમિત્ત શિવાય બીજો કે ઈશ્વર ફળદાતા દેખાતું નથી, તેવી રીતે સ્વર્ગ તથા નરક આદિ પરલેકમાં પણ શુભાશુભ કર્મનાં ફળ ભોગવવાનાં અસંખ્ય નિમિત્ત છે. જે કહેશે કે, પરસ્ત્રીગમન ઇત્યાદિ પાપના ફળમાં શું નિમિત્ત મળશે? કે જેના વેગથી ફળ ભોગવવાનું થશે? વળી તે વાત તે જાણવામાં આવી શકતી નથી કે પુણ્ય કે પાપનું આ નિમિત્ત મળીને ફળ થશે? તે તે કેવળજ્ઞાની કે સર્વજ્ઞ બતાવી શકે છે, પરંતુ એટલું તે કહી શકાય છે કે, જીવ જે જે પુણ્ય કે પાપ કરે છે, તેનું ફળ ભેળવવામાં અવશ્ય કાંઈક નિમિત્ત હોવાનું અને તે તેનું ફળ આવી રીતે ભેગવશે અને તેનું નિમિત્ત આ મળશે. પણ અમુક દેશમાં અને અમુક કાળમાં તે ભગવશે, ઈત્યાદિ સર્વ સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં પ્રત્યક્ષપણે ભાસ થાય છે. નિમિત્ત વિના કોઈ પણ ભોગવી શકાતું નથી, એજ કારણથી ઈશ્વર ફળના દાતા છે, એવી કલ્પના કરવી, એ વ્યર્થ છે. માણસ રોટલી તે પકાવી શકે પણ તે ખાઈ શકતે નથી, એમ શું બુદ્ધિમાન પુરૂષે કહેશે? વળી ઈશ્વરને ફળના દાતા કહેવાથી તેમની પર એક બીજું કલંક આવે છે. જેમકે, એક પુરુષે બીજા પુરૂષને ખકાદિકથી માર્યો, હવે મરનારને જે સંકટ પ્રાપ્ત થયું, તે કેના વેગથી, કેની પ્રેરણાથી ? જે કહેશે કે ઈશ્વરે તે શસ્ત્રવાળાને પ્રેરણા કરી, તેથી તેણે તેને માર્યો, તે પછી તે મારનારને ફાંસી શા માટે મળે છે? શું ઈશ્વરને એ ન્યાય કહેવાય? કે જે પ્રથમ એક પુરૂષના હાથથી બીજાને મરાવ અને પછી તે મારનારને ફાંસી અપાવવી એ કે અન્યાય કહેવાય? કદિ એમ કહે કે, ઈશ્વરની પ્રેરણા વિના તે પુરૂષે બીજા પુરૂષને માર્યો અને દુઃખ દીધું તે તે સુખ દુઃખ નિમિત્તથી ભેગવવું સિદ્ધ થયું, પછી ઇશ્વર ફળ