________________ યાત્રા 1 લી. (29) બતાવે, તેની પાસેથી મુદ્દા માલ નીકળે, ત્યારે તેને ચાર ઠરાવી શિક્ષા કરે છે, પણ જે રાજાને કે પોલીસ લોકોને એવું જ્ઞાન હોય કે, અમુક વખતે અમુકના ઘરમાં અમુક ચાર ચેરી કરશે તે તેને પ્રથમથી જ જામીન લઈ અથવા શિક્ષા કરી તેને અટકાવી શકે, પરંતુ તેનું જ્ઞાન રાજા કે પોલીસ કેઈને હેતું નથી, તેથી ખરી ચેર પકડવા માટે પોલીસને ઘણુ મહેનત કરવી પડે છે. પણ જે ઈશ્વર છે, તે સર્વ શક્તિમાન અને ત્રિકાલ જ્ઞાની છે, જેથી તે સર્વ જીના મનના વિચારને જાણી શકે છે. તેથી તેવાં નઠારા પાપ કર્મ કરનારા જેને પ્રથમથી જ અટકાવી શકે અને પછી પાછળથી તેમને શિક્ષા કરવાની જરૂર રહે નહીં. પણ જ્યારે ઈશ્વર તેવાં પાપ કૃત્ય કરતાં અટકાવતા નથી, ત્યારે તે તેઓ જાણુને તેવાં કામ કરાવે છે અને પછી શિક્ષા કરે છે, તે તે અન્યાયી ઠરે. કદિ એમ કહે કે, જેને પાપ કર્મ કરતાં અટકાવવાને ઈશ્વર સમર્થ નથી, તે પછી એમ કહેશે નહીં કે, આ સર્વ કાંઈ ઈશ્વરેજ કર્યું છે અને ઈશ્વર સર્વ શક્તિમાન છે. હવે તે એમ કહે કે, જીવ પાપ કે પુણ્ય પિતે કરે છે અને પોતે જ ભોગવી લે છે. ઈશ્વરને કર્તા કહેવાની કલ્પના કરવી તે વ્યર્થ છે. મહાત્માના આ વચને સાંભળી શેધકચંદ્ર વિચારમાં પડી ગયે. ક્ષણવારે તેને હૃદયમાં પાછી બીજી યુક્તિ ફુરી આવી એટલે તે બે -“ભગવાન ! ધર્મ કે અધર્મ જીવ પોતે જ કરે છે. ઈશ્વર તે તેના ફળદાતા છે. જીવ પોતે કરેલા ધર્મ-અધર્મનું ફળ પિતે ભેગાવવાને સમર્થ નથી. જેમાં ચાર ચેરીને અધર્મ પતેજ કરે છે, પણ કારાગૃહમાં પૂરાવા વગેરે તેનું ફળ ભેગવવું, તે પિતે ભોગવી શકો નથી. તેને કારાગૃહમાં પૂરનાર તે કઈ બીજે જ જોઈએ. મહાત્માએ તીવ્ર બુદ્ધિને પ્રકાશ કરતાં જણાવ્યું-“આ પણ તમારી યુક્તિ ટકી શકશે નહીં. જે જીવ ધર્મ-અધર્મ કરવામાં સમર્થ છે, તે પછી તેનાં ફળ ભોગવવા સમર્થ કેમ નહિ? આ સંસારમાં એવું જોવામાં આવે છે કે, જીવ જેવાં જેવાં ધર્મ-અધર્મ કરે છે, તેવાં .