________________ યાત્રા 1 લી. ( 7 ) મહાત્મા–જે એમ માનીએ તે પણ બાધ આવશે. ઈશ્વરે આ જગની રચના કીડા માટે જ કરી હોય, તે તેનું ફળ પણ માત્ર કીડાજહેવું જોઈએ. આ જગતમાં તે અનેક પ્રાણીઓ રેગી, શેકાતુર, નિર્ધન, બલાહીન અને મહા દુઃખી થઈ અનેક જાતના પ્રલાપ કરી રહ્યા છે, જેઓને દેખીને દયાથી અમારા રોમાંચ ઉભા થાય છે, તે પછી ઈશ્વરને તે દુઃખી જીને દેખી કેમ દયા નથી આવતી? જ્યારે ઈશ્વરને દયા ન આવે તે પછી તેમને પરમકૃપાળુ શા માટે કહેવા જોઈએ? તેમ વળી જે કડા કરનારા છે, તેઓ બાળકની પેઠે રાગી, છેષી અને અજ્ઞાની હોય છે. જેનામાં રાગ દ્વેષ રહેલા હેય છે, તેનામાં સર્વ દૂષણે રહેલા છે. જે જ્યારે પોતે જ એવા અવગુણથી ભરેલા છે, તે પછી તે ઇશ્વર શેના? તે તે એક સંસારી જીવ છે. જે તેઓ રાગ દ્વેષવાળા હશે તે કદિ પણ તેઓ સર્વજ્ઞ હેઈ શકશે નહીં. જ્યારે સર્વજ્ઞ ન હોય તે તેમને ઈશ્વર કેમ કહી શકાય? શોધક –જીએ કરેલા પાપને અનુસારે ઈશ્વર તેમને દંડ આપે છે, તેમાં ઈશ્વરને શે દોષ છે? જેવાં જેણે પુણ્ય પાપ કર્યા હોય, તેવાં તેને ઈશ્વર ફળ આપે છે. મહાત્મા–આ પ્રમાણે તમારા કહેવા ઉપરથી આ સંસાર અનાદિ સિદ્ધ થઈ ચુ અને ઈશ્વર જગને કર્તા નથી, એ સિદ્ધ થયું. કારણ કે, જે છે હાલ વર્તે છે, તેઓમાં પાપ કૃત્ય કરનારા પણ સુખી દેખાય છે અને કેટલાએક પુણ્ય કૃત્ય કરનારા અને ઈશ્વરની ભક્તિ કરનારા દુઃખી દેખાય છે, તે હાલ જેઓ સુખ દુખને અનુભવ કરે છે તે પાછલા ભવમાં જેણે જેવું કરેલું, તે પ્રમાણે તેને અનુભવ કરે છે અને પાછલા ભવમાં જે સુખ દુઃખ ભેગવ્યા હશે, તે આગામી ભવના પાપ પુણ્યનાં ફળ તેને અનુભવ કરેલે, તેવી રીતે પૂર્વ પૂર્વ જન્મમાં સુખ દુખ કરવા અને ઉત્તરોત્તર જ ન્મમાં સુખ દુખ ભોગવવાં, એમ કરતાં આ સંસાર અનાદિસિદ્ધ થાય છે.