________________ આત્મોન્નતિ, - તેમની મહદિચ્છા હતી અને તેથી જ તેમણે આ સૃષ્ટિ રચેલી છે. મહાત્મા–તારા કહેવા પ્રમાણે ઈશ્વરે પોપકાર માટે સુષ્ટિ રચી હોય તે તે યથાર્થ છે. જે ધર્મ કરાવીને જીવેને સુખ આપવું, એ કદિ પરોપકાર થાય પરંતુ જેઓ પાપ કરીને નરકમાં ગયા તેઓની ઉપર શે ઉપકાર કર્યો ? તેમને દુઃખી કરનાર ઈશ્વર પરોપકારી શી રીતે થઈ શકે? શોધકચંદ્ર–ઈશ્વર તેઓને નરકમાંથી કાઢીને સ્વર્ગમાં સ્થાપિત કરશે. મહાત્મા–તે પછી તે જેને પ્રથમ નરકમાં કેમ જવા દીધા? શેધકચંદ્ર-ઈશ્વર સર્વ જેને પાપ પુણ્ય કરાવે છે. જીવને આધીન કાંઈ નથી. જેમ બાજીગર કાષ્ટની પૂતળીને નચાવે તેમ તે નાચે છે, તેમ ઈશ્વર જે ચાહે તે જીવેને કરાવે છે. મહાત્મા–જે જીવને આધીન કાંઈ નથી, તે પછી જીવને સારા નરસાનું ફળ પણ ન જોઈએ. કારણ કે, કેઈ સરદાર સેવકને કાંઈ કામ કરવાની આજ્ઞા કરે, પછી સેવક પિતાના સ્વામીની આજ્ઞા પ્રમાણે તે કામ કરે તે કામ સારું હોય કે નઠારૂં હોય, પણ તે સરદાર પછી પિતાની આજ્ઞા પ્રમાણે કામ કરનાર સેવકને શું શિક્ષા કરી શકે? તેવી જ રીતે ઈશ્વરની આજ્ઞાથી પુણ્ય પાપ કરનારા ને પુણ્ય પાપનાં ફળ ન મળવાં જોઈએ. જ્યારે એ સ્વતંત્ર થઈ પુણ્ય પાપ કર્યો નથી, તે પછી તેઓને સ્વર્ગ અથવા નરક ન હોવા જોઈએ. તેમજ તે જેને નરક, સ્વર્ગ, તિર્યંચ અને મનુષ્ય એ ચાર ગતિ પણ ન હોય, જ્યારે ચાર ગતિ ન હોય, ત્યારે સંસાર પણ ન હોય, જે સંસાર ન હોય તે શાસ્ત્રો પણ ન હોય અને જ્યારે શા ન હોય તે તેના ઉપદેશક પણ ન હોય, જ્યારે ઉપદેશક ન હોય તે પછી ઈશ્વર પણ ન હોય, જે ઈશ્વર નહીં તે સર્વ શૂન્યતા સિદ્ધ થઈ ચુકી. શોધકચંદ્ર-ભગવદ્ ! એમ પણ માનવામાં આવે છે કે, આ જગત બાજીગરની બાજી જેવું છે અને ઈશ્વર તેના બાજીગર છે; તેથી ઈશ્વર આ જગતની બાજી રચી તેમાં કીડા કરે છે. સ્વર્ગ, નરક, પુણ્ય કે પાપ કાંઈ છે જ નહીં.