________________ યાત્રા 1 લી. (25) વાળા સુજ્યા છે, તે તે પક્ષ પણ ટકી રહેવાને નથી. કારણકે, સર્વ જીવ અધું સુખી અને અર્ધા દુઃખી જોવામાં આવતા નથી. સુખ અને દુઃખ વિશેષ એવા પણ સર્વ જીવ દેખાતા નથી, પરંતુ સુખ વિશેષ અને દુઃખ અલ્પ એવા પણ ઘણા જીવ દેખવામાં આવે છે, આથી પાંચમે પક્ષ પણ ટકી રહેતું નથી. સુખ ઘણું અને દુખ અલ્પ એવા પણ સર્વ જીવ દેખાતા નથી, પણ દુઃખ ઘણું અને સુખ અલ્પ એવા પણ ઘણા જ દેખવામાં આવે છે, આથી છ પક્ષ પણ પરાસ્ત થઈ જાય છે. ઉપર કહેલા હેતુઓથી ઈશ્વર ને કઈ પણ વ્યવસ્થાવાળા રચી શકતા નથી તે પછી સૃષ્ટિકર્તા ઈશ્વર કેમ થઈ શકે? કદિ પણ થઈ શકે જ નહીં. તેમ વળી જ્યારે ઈશ્વરે સુષ્ટિ રચી ન હતી, ત્યારે ઈશ્વરને શું દુઃખ હતું અને જ્યારે તેણે સૃષ્ટિ રચી ત્યારે તેને શું સુખ થયું? શોધક વિચાર કરીને કહ્યું “ભગવન, આપના તે પ્રશ્નમાં એટલું કહેવાનું છે કે ઈશ્વર નિરંતર પરમ સુખી છે. તેમનામાં કાંઈ ન્યૂનતા છે કે જે ન્યૂનતા પૂર્ણ કરવા માટે તે સુષ્ટિ રચે? તેઓ પિતે પૂર્ણ કામ છે, માત્ર જગમાં પિતાની ઈશ્વરતા પ્રગટ કરવાને માટે આ સૃષ્ટિ રચે છે. મહાતમા–ભદ્ર! એ સમાધાનમાં તે બીજી મટી શંકા ઉત્પન્ન થાય છે. સાંભળ-જ્યારે ઈશ્વરે સૃષ્ટિ રચી ન હતી, ત્યારે ઈશ્વરની ઇશ્વરતા પ્રગટ ન હતી અને જ્યારે તેણે સૃષ્ટિ રચી ત્યારે તેની ઈશ્વરતા પ્રગટ થઈ એમ જે માનવામાં આવે તે ઈશ્વરમાં દુઃખને આરોપ આવશે. કારણ કે, જ્યારે પ્રથમ તે ઈશ્વરની ઈશ્વરતા પ્રગટ નહતી, ત્યારે તે ઉદાસ રહેતા હશે. અપૂર્ણ મનોરથવાળા અને ઉદાસ રહેનારા ઈશ્વરને દુઃખ થવું જોઈએ. સુષ્ટિની પહેલા ઈશ્વર શા માટે નિરૂધમી બેશી રહે? આ સૃષ્ટિની પહેલા બીજી સૃષ્ટિ રચી તેમણે પોતાનું દુઃખ દૂર કેમ ન કર્યું? શોધકચંદ્ર–ઈશ્વરે જે સૃષ્ટિ રચી છે, તે પોપકારને માટે રચી છે. લેકે ઉત્પન્ન થઈ સત્કર્મ કરી અનંત સુખના ભાગી બને, એ