________________ (24) આત્મતિ - કરાવ્યાં અને પછી નરકમાં જવાની શિક્ષા કરી, ત્યારે તે પછી તમારા કહેવાથી ઈશ્વરના કરતાં અધિક અન્યાયી બીજે કેઈ નથી. આથી ઈશ્વર અન્યાયી, અસર્વજ્ઞ, નિર્દય અને અજ્ઞાની કહેવાશે, તેથી ઈશ્વરે એને નિર્મળ રચ્યા નથી, એમ કહેવું જોઈએ. જે એમ કહેવામાં આવે કે, ઈશ્વરે જીવેને પુણ્યવાળા રચ્યા છે, તેપણ તે અઘટિત કરશે. કારણકે, જે સર્વ જીવ પુણ્યવાળા હતા, તે ગર્ભમાંથી જ અંધ, લુલા, બેહેરા અને મુંગા તેમજ કરૂપવાળા, નીચ, નિર્ધન કુળમાં જન્મેલા, ચાવજીવિત દુઃખમાં રહેનારા, મહા કષ્ટથી પેટ ભરનારા અને પુરૂં ખાવા પીવાનું નહિ મેળવનારા ઘણા જોવામાં આવે છે, તેનું શું કારણ? આવું પુણ્યના ઉદયમાં હોઈ શકે નહિ. તેમ વળી પુણ્ય કર્યા વિના જીને પુણ્ય કેમ લગાવી દીધું? તેમજ તેવીજ રીતે ધર્મ કર્યા વિના જીવેને સ્વર્ગ કે મેક્ષે કેમ પહોંચાડી શક્તા નથી ? શાસ્ત્રોને ઉપદેશ કરાવી, ક્ષુધા તૃષાદિ પરિસહે સહન કરાવી, તૃષ્ણા છેડાવી, રાગ દ્વેષ દૂર કરાવી, ગૃહ વૈભવ ત્યજાવી, સાધુ બનાવી, ભિક્ષા મંગાવી, પાંચ યમ–મહાવ્રત અને દાન તપ વગેરે અનેક સાધને કરાવીને સ્વર્ગ મેક્ષમાં પહોંચાડવા, એ કેવી વાત કહેવાય? આવા મહા સંકટ ઉત્પન્ન કરી ઈશ્વર અને શા માટે હેરાન કરે છે? આ ઉપરથી તે એવી પ્રતીતિ થાય છે કે, ઈશ્વરમાં કાંઈ સમજ નથી અથવા તે દયારહિત છે. જે કદિ એમ કહે કે, ઈશ્વરે એને પાપ રહિત રચ્યા છે, તે પછી પાપ કર્યા વિના જને પાપ લગાવી દીધા હોય તે ઈશ્વરે જીવ ઉપર જુલમ કર્યો કહેવાય. અપરાધ વિના અપરાધી ઠરાવવા એ ઈશ્વરને કેટલે અન્યાય કહેવાય? ઈશ્વર એ અન્યાયી હાયજ નહિ. જે ઈશ્વરે જીવેને પાપ સહિત સર્જેલા હોય તે રાજા, મંત્રી અને સેનાપતિની પદવી, લેકમાં બહુમાન, ઉજવલ યશ અને પંચેદ્રિયના વિષયભોગ ઇત્યાદિ સામગ્રીને એગ પાપી જીવેને સંભવ નથી, તેથી એમ સિદ્ધ થાય છે કે, ઈશ્વરે જીને કેવળ પાપ સહિત રચેલા નથી. કદિ એમ કહે કે, ઈશ્વરે જીને અર્ધ પા૫ અને અર્ધ પુણ્ય