________________ ( રર ) આત્મોન્નતિ, જગત્ બનાવતાં પહેલાં ઈશ્વર એકલા હતા, એમ સિદ્ધ થાય છે, તે તે વખતે ઈશ્વર શું કરતા હતા? આ જગન્ન વિના તેમને એકલા રહેવું ગમ્યું નહીં, તેથી આ જગત્ બનાવવાની તેમની ઈચ્છા થઈ કે, તેઓએ પિતાના આનંદને માટે આ જગત્ બનાવ્યું?” મહાત્માનાં આ વચને સાંભળી શેધકચંદ્ર વિચારમાં પડી ગયે. મહાત્માએ વિશેષમાં જણાવ્યું-ભદ્ર! શે વિચાર કરે છે? તારે કહેવું જ પડશે કે, ઈશ્વર સદા આનંદરૂપ છે, તેને આ બધા જગની રચના કરવાની કાંઈ જરૂર જણાતી નથી અને તે ઈશ્વર અનાદિ છે, ત્યારે આ જગતને અનાદિ કહેવામાં શું ખાધ આવે છે? વળી આ જગત બનાવવાનું કાંઈ પણ કારણ જણાતું નથી, તે કારણ વિના કાર્ય બને જ નહીં.” મહાત્માનાં આ વચને સાંભળી સત્યચંદ્ર ખુશી થઈને બે“ભગવન્! આપે કહ્યું, તે યથાર્થ છે અને યુક્તિપૂર્વક છે, પણ અહીં એવી શંકા થાય છે કે આ જગત્ અને જગતના છ કર્તા વિના પિતાની મેળે બની ગયા, એમ તે બને જ નહીં, તેથી અનુમાન પ્રમાણથી ઈશ્વર જગતને ક બની શકે.” મહાત્મા ઉત્સાહથી બોલ્યા-“ભદ્ર! એ શંકાનું સમાધાન એ છે કે, જ્યારે ઈશ્વરે આ ઇવેને રચ્યા ત્યારે તેમને નિર્મળ રચ્યા હતા કે પુણ્ય વાળા રચ્યા હતા, અથવા પાપવાળા કે પાપ પુણ્યથી મિશ્રિત રચ્યા હતા? અથવા પુણ્ય અલ્પ અને પાપ અધિક વા પુણ્ય અધિક અને પાપ અલ્પ એવા રચ્યા હતા? જે પ્રથમ પક્ષ ગ્રહણ કરશે તે જગતના સર્વ જી નિર્મળજ હોવા જોઈએ તે પછી શા રચવાની અને ઉપદેશ કરવાની જરૂર નથી. જે વસ્ત્ર નિર્મળ છે, તેને જોવાની શી જરૂર છે? શેધચંદ્ર શંકા લાવી પૂછયું, “ભગવન, ઈશ્વરે તે જીવેને નિર્મળ બનાવ્યા હતા, પરંતુ જીએ પોતાની ઈચ્છા મુજબ સારાંનરસાં કામે કરી લીધાં, તેમાં ઈશ્વરને શ દોષ છે? મહાત્મા–જે ઈશ્વરે સારાં અને નઠારાં કામ કરવાની શક્તિજ રચી નહતી તે પછી જેમાં પુણ્ય અથવા પાપ કરવાની શક્તિ ક્યાંથી આવી?