________________ યાત્રા 1 લી. (21) ખુશીથી પુછવું. તારા હૃદયમાં બીજાના સિદ્ધાંતની છાયા પડે છે, તેથી તારી શંકાએ સ્થાને હોય કે અસ્થાને તે વિષે મારા મનમાં કોઈ પણ આવશે નહીં. આ સમયે સત્યએ જણાવ્યું, “ભગવન્! આ મારા ધર્મ બંધુની શંકાનું નિવારણ કરવાના પ્રસંગે મને પણ સારે બોધ પ્રાપ્ત થશે.” શોધકચંદ્ર–ભગવદ્ ! આ જગત્ બનાવતા પહેલાં કાંઈ પણ હતું નહીં. ફક્ત એક ઈશ્વરજ હતા. મહાત્મા–તે ઈશ્વર ક્યાં રહેતા હતા? શોધકચંદ્ર- તે ઈશ્વર આકાશમાં સ્વર્ગની અંદર રહેતા હતા. મહાત્મા–ત્યાં જમીન ઉપર રહેતા હતા કે અધર રહેતા હતા? શોધકચંદ્ર–તે વર્ગની અંદર આવેલા સુંદર મેહેલ વગેરેમાં રહેતા હતા. મહાત્મા–સ્વર્ગની સુંદર ભૂમિ અને મેહેલ વગેરે કેસે બનાવ્યા? શોધકચંદ્ર–તે ઈશ્વરેજ બનાવ્યા. મહાત્મા–તે ઈશ્વરે ક્યારે બનાવ્યા? અને બનાવ્યા પહેલાં ઈશ્વર ક્યાં રહેતા હતા? શોધચંદ્ર–તે તે ઈશ્વરે પિતાની સાથેજ બનાવેલું છે. મહાત્મા–ત્યારે તે ઈશ્વરને બનાવનાર કેઈ હેવ જોઈએ. શોધચંદ્ર–ભગવન ! તે ઈશ્વર સર્વ શક્તિમાન છે, તેથી તેણે પિતાની શક્તિથી આ જગતને બનાવ્યું છે. જેમ ઈમારત બનાવવામાં માટી, ઈંટ, ચુને અને લાકડાં વગેરે સર્વ સામગ્રી લાવવી પડે છે, તેમ તે સર્વ શક્તિમાન ઈશ્વરને આ જગત બનાવવામાં કોઈ પણ સામગ્રી લાવવી પડતી નથી. કારણ કે, તે આ જગતની રચના માટે સર્વ સામગ્રી બનાવવાને શક્તિમાન છે. તેમ વળી આ જગત્ બનાવવાનું કાંઈ પણ કારણ હોવું જોઈએ. કારણ વિના કાર્ય કદિ પણ ઉત્પન્ન થતું નથી, તેથી આ જગતરૂપ કાર્યનું કારણ ઈશ્વર છે, એમ સિદ્ધ થાય છે. મહાત્મા મંદ મંદ હાસ્ય કરતા બેલ્યા-“શ્રાવક ધકચંદ્ર! આ તમારાં વચને યુક્તિપૂર્વક નથી, કારણકે, તમારા કહેવા પ્રમાણે આ