________________ ( 20 ) આત્મન્નિતિ. આ ષટ્ દર્શને ઘણા સમયથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. પાછળથી દિવસે દિવસે તેઓમાંથી પેટા ભાગ તરીકે બીજા ઘણા મતે પ્રચલિત થયા છે. શોધકચંદ્ર–“મહાત્મન્ ! આપે કહેલા મુખ્ય બે ધર્મોમાં કર્યો ધર્મ - સત્ય હશે? તે કૃપા કરી જણાવશે. મહાત્મા–જે ધર્મમાં ઈશ્વરને જગને ક માન્ય નથી એ ધર્મ ન્યાયની રીતિએ સત્યરૂપે સિદ્ધ થાય છે. શોધકચંદ્ર–“ભગવાન ! ત્યારે આ જગતને કઈ ક નથી, તે પછી આ જગત્ શું પોતાની મેળે બન્યું? મહાત્મા–આ જગને કઈ કર્તા નથી. તે અનાદિ ચાલ્યું આવે છે. શોધકચ–“ભગવન! એ સત્ય છે, પરંતુ અહિં શંકા થાય છે કે, કોઈ વસ્તુ બનાવ્યા શિવાય બનતી નથી. ધારે કે, આપણે કઈ જંગલમાં ગયા, ત્યાં કોઈ એક જુની ઈમારત જોવામાં આવી, તેની અંદર કેઈ માણસની વસ્તી નથી, ત્યારે શું એ ઈમારત પોતાની મેળે થઈ હશે! તેને બનાવનાર તે કઈ પણ હવે જોઈએ. આ શંકાનું સમાધાન શી રીતે છે? મહાત્મા–એ ઈમારત બનાવવામાં કડીયા, સુથાર અને બીજા મજુર સામેલ થયા હતા અને તેમણે માટી, પત્થર, ચુને અને લાકડા વગેરેથી એ ઈમારત તૈયાર કરી, પણ માટી, ચુનાના કાંકરા અને લાકડાં કેણે બનાવ્યાં? તે બતાવી શકશે? શેાધકચંદ્ર–ભગવદ્ ! આ જગતને બનાવનાર જે ઈશ્વર છે, તેજ ઈશ્વર આ જગતની અંદરના સઘળાં જમીન, પર્વત, ઝાડી, નદી, આકાશ, સૂર્ય અને ચંદ્ર વગેરે પદાર્થોને બનાવનાર છે. મહાત્મા–ભદ્ર! જો એમ માનવામાં આવે તે એટલુંજ પુછવાનું કે, આ જગત્ બનાવતાં પહેલાં શું હતું? શોધકચંદ્ર–ભગવન, હું આહત ધર્મના તને જ્ઞાતા નથી, તેથી મારામાં તે વિષેની ઘણી અજ્ઞાનતા છે, માટે હું જે કાંઈ કહું, તેને માટે મને ક્ષમા આપશો. હું સત્ય તને જિજ્ઞાસુ બનીને જ આપને પુછું છું. મહાત્મા–ભદ્ર! તે વિષે ચિંતા કરીશ નહીં. જે પુછવાનું હોય તે