________________ યાત્રા 1 લી. (19) ગુરૂવર્યનાં આ વચને સાંભળી શકચંદ્ર અંજલિ જે બલ્યમહાત્મન્ ! મારા હૃદયમાં અત્યારેજ એક શંકા ઉત્પન્ન થઈ છે.” ' સૂરિવરે પ્રસન્નતાથી કહ્યું-“દેવાનુપ્રિય ! અત્યારે કેવી શંકા થઈ છે? તે ખુશીથી જણાવે.” શોધકચંદ્ર, મહાત્મન ! આ ગિરિરાજની યાત્રામાં હજારો લેકે આવે છે. આ પવિત્ર સ્થળે ભગવાન નેમિનાથ પ્રભુ વિચર્યા છે અને તેને અંગે આ તીર્થમાં અનેક રથાને પૂજનીય બન્યા છે, એમ આપણા ચરિતાનુગમાં લખેલું છે, તે છતાં જુઓને, અહીં બીજા અન્યમતિઓ પણ આ સ્થળને પોતાના ધર્મનું યાત્રાસ્થળ માની આવે છે, તે ઉપરથી મને શંકા થાય છે કે, આ આર્યાવર્તમાં કેટલા ધર્મો હશે? અને તેમાં મુખ્ય મુખ્ય ધર્મ ક્યા હશે? અને કેટલાએક લેકે આ દશ્યમાન એવા સ્થાવર અને જંગમ પદાર્થોને કર્તા છે, એમ માને છે અને આપણા જેવા કેટલાએક તે અનાદિ માને છે, તે વિષે આપ કૃપા કરી ખુલાશે કરશે. શોધચંદ્ર આ પ્રમાણે કહી વિરામ પામતાંજ સત્યચંદ્ર બેલી ઉ– દયાનિધિ ! મારા હૃદયમાં પણ એ શંકા ઉત્પન્ન થઈ છે તે કૃપા કરી અમે બંનેની તે શંકાનું નિવારણ કરે. આપની વિજ્ઞાનવતી વાણી અમારી તે શંકાને દૂર કરી દેશે. દાંતની નિર્મળ કાંતિથી આસપાસ પ્રકાશ કરતાં તે મહાત્મા આ પ્રમાણે બોલ્યા-“દેવાનુપ્રિય ! તમારા બંનેની શંકા યુક્ત છે. સાંભળઆ જગતમાં મુખ્ય બે ધર્મ છે. એક ઈશ્વરને જગત્કર્તા માનનારે અને બીજો ઈશ્વરને જગકર્તા નહીં માનનારે. તે મુખ્ય બે ધર્મના પટામાં આર્યધર્મનાં છ દર્શને શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજે સ્વકૃતિના શ્રી દર્શન સમુચ્ચયમાં જણાવેલ છે. 1 જૈન, 2 બૌદ્ધ, 3 નૈયાયિક, 4 સાંખ્ય, 5 વૈશેષિક અને 6 જૈમિનિય. એવાં તેમનાં નામ છે. - કેટલાક નિયાયિક અને વૈશેષિક એકજ માને છે. તેમના મત પ્રમાણે આસ્તિક મત પાંચ થયા અને હવે દર્શનેની સંખ્યા છે છે એમ જગત્ પ્રસિદ્ધ છે તે તે એવી રીતે છે કે જે આચાર્યો જાય, વૈશેષિકને એક કહે છે તેમના મતથી છ મત લેકથિત એટલે નાસ્તિકને છે એટલે તે ઉમેરતાં છ દર્શને એ સંખ્યા પણ બંધ બેસતી છે.