________________ 'કાSિ): ( 1 S છે ! પ્રિય છે , યાત્રા 1 લી. ETR પાકના મકાનની નહર વૃક્ષની ઘટામાંથી પ્રસાર થઈ તે મહાત્મા પિતાના શિના અલ્પ પરિવારથી પરિવૃત થઈ તેઓ ઈર્યા સમિતિથી ચાલતા અને ઉત્તમ પ્રકારની ભાવના ભાવતા અનુક્રમે શ્રી નેમિનાથ પ્રભુના ચિત્ય આગળ આવ્યા. પ્રકારનું પ્રથમ તે મહાત્માએ તીર્થ નાયક નેમિનાથ પ્રભુના ચૈત્યમાં દેવવંદન કર્યું, જે સમયે તે સપરિવાર મહાત્માના હૃદયમાં ભાલ્લાસ થઈ આવ્યું હતું. તેઓએ આ પ્રમાણે સ્તુતિના ઉગાર પ્રગટ કર્યા. कर्मपंकहरं श्रेयः साधनं पाप बाधनम् / शरणं सर्वदा भूयान्नेमेश्वरणपंकजम् // 1 // આ સ્તુતિને ઉદગાર પ્રગટ કર્યા પછી ચિરકાલ તે મનહર પ્રતિમાનું ધ્યાન કરી તે ચિત્યમાંથી બાહર નીકળી બીજા મુખ્ય ચામાં વિરાજમાન એવા મૂળ નાયકજીનાં દર્શન કરી તે મહાત્મા પરિવાર સાથે ત્યાંથી પાછા ફર્યા. ઇર્થી સમિતિથી વિચરતા તે મહાનુભાવે તીર્થગિરિની તળેટી પર આવેલા એક રમણીય એવા વિશ્રાંતિ સ્થળનેવિલે કર્યું, તત્કાળ પિતાના તે જિજ્ઞાસુ ભક્તની મન ઇચ્છા પૂર્ણ કરવાને તે મહાત્મા તે સ્થળે વિશ્રાંત થયા. જો કે તે સમર્થ મહાનુભાવ પિતાની તપ: શક્તિના પ્રભાવથી વિહાર કરવાને સમર્થ હતા, તેમને વિશ્રાંતિ લેવાની અપેક્ષા ન હતી, માત્ર પોતાના ભાવિક ભક્તની ખાતર તેઓ વિશ્રાંત થયા હતા. આ સમયે શોધકચંદ્ર જાણે ચિંતાતુર બની ગયે હોય, તેમ દેખાવા લાગે, એટલે કરૂણા રસમાં નિમગ્ન થયેલા તે મહાત્માએ દયા લાવી તેને પુછયું, “ભદ્ર! તારી આકૃતિ ઉપર ચિંતાના અંકુરે કેમ દેખાય છે? નિશંક થઈને જે પુછવાનું હોય તે ખુશીથી પુછે. તમારા પ્રશ્નના સમાધાનને માટે જ અમારી અહિં વિશ્રાંતિ થઈ છે.”