________________ મહાત્માનો મેળાપ.. ( 17 ) હદય પ્રસન્ન થયું છે. અત્યારે અમે રેવતગિરિની યાત્રા કરવા જઈએ છીએ. તમારા હૃદયમાં જે યાત્રા કરવાની અને આ પવિત્ર તીર્થમાં વાસ કરી ધર્મશ્રવણ કરવાની ઈચ્છા હોય તે અમારી સાથે ચાલે, યાત્રા કર્યા બાદ આ ગિરિરાજની તળેટી ઉપરજ ઉપદેશને ગ બની શકશે. યાત્રા પૂર્ણ કરી અને તેની ભાવના ભાવી આનદિત થયેલા તમેને તવધ આપી હું યથામતિ તમારી શંકાઓને પરાસ્ત કરીશ. સશકને નિઃશંક કરવા એજ અમારૂં કર્તવ્ય છે. તમારી શ્રદ્ધા અને આસ્તા જોઈ અમારા હૃદયને ઘણે સંતોષ થયે છે.” તે મહાત્માનાં આ વચને સાંભળી અને ધર્મવીરેનાં હૃદય આનંદથી ભરપૂર થઈ ગયા. તેઓ પોતાની મુખમુદ્રાને હર્ષથી અંકુરિત કરી આ પ્રમાણે છેલ્યા–“કૃપાનિધિ ! આપે તત્ત્વધ સમજાવવાની ઈચ્છા બતાવી, તેથી અમેને ઘણે આનંદ થયો છે. અમે અમારા જીવનને હવે કૃતાર્થ સમજીએ છીએ. જે આપની ઈચ્છા હોય તે અમે આપ પૂજ્ય ગુરૂની સાથે યાત્રા કરવા આવીએ. આપના પવિત્ર સમાગમની સાથે આ મહાતીર્થની યાત્રા થાય, તે અમે બને પૂર્ણ કૃતાર્થ થઈએ. મહાન પુરૂષને સમાગમ એ આ લેકનું કલ્પવૃક્ષ છે.” “દેવાનુપ્રિય! જેમ સુખ થાય, તેમ કરે. તમારી ઈચ્છા અમારી સાથે રહી યાત્રા કરવાની હોય તે આ ગિરિરાજની યાત્રા કર્યા પછી તળેટીના પવિત્ર પ્રદેશ ઉપર તત્ત્વબોધની વાર્તા થઈ શકશે. મહાત્મા સૂરિવરના આ શબ્દો સાંભળી તે બને ધર્મબંધુ - નંદિત થઈ ગયા અને તે મહાત્માને હૃદયથી આભાર માની તેમની સાથે ચાલતા થયા.