________________ મહાત્માને મેળાપ.. (15) અને પૂર્વમત, તે બધાં સાત નયનાં લક્ષણે જુદી જુદી રીતે વર્ણવ્યાં છે. તે તમારા જાણવામાં હશે, એટલે આ પ્રસંગે કહેતે નથી.” સત્યચંદ્ર સાનદ વદને બે - “ભદ્ર! તે સાત નયનાં લક્ષણે મારા જાણવામાં છે, પરંતુ તમે એ વ્યવહાર અને નિશ્ચય નયનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું, તેને માટે હું તમારો ઉપકાર માનું છું.” આ પ્રમાણે તે બંને સાધમ બંધુ, વાર્તાલાપ કરતા માર્ગે ચાલતા હતા, તેવામાં દૂરથી રૈવતકગિરિ તેમના જેવામાં આવ્યું. જાણે ગગન ઉપર ઘનશ્યામ મેઘ ચડી આવ્યું હોય, ભગવાન નેમિનાથ પ્રભુના નિર્વાણ ગમનને કીર્તિ સ્તભ પાયે હોય અને આહત ધર્મના પુણ્યને પંજ હોય તે તે દેખાતું હતું. તેને જોતાં જ શેધકચંદ્ર અને સત્યચંદ્ર અને ધર્મબંધુઓએ તેને વંદના કરી અને તે પવિત્ર તીર્થના નાયક શ્રી નેમિનાથ પ્રભુને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યો. રિવતાચલના દર્શન કર્યા પછી તે તીર્થરાજના માહાસ્યની કથાઓને કહેતાં કહેતાં અનુક્રમે તેઓ મહાન ગિરિની સમીપ આવી પહોંચ્યા. ત્યાં આવી તેમણે તળાટી પર પ્રભુને વિધિપૂર્વક વંદના કરી અને પછી ત્યાં આવેલા એક પવિત્ર સ્થળમાં નિવાસ કર્યો. એક સમયે તે બંને ઉત્સાહી ધર્મબંધુ તીર્થરૂપ ગિરિ ઉપર યાત્રા કરવા જતા હતા, તેવામાં એક મહામુનિ શિષ્યના પરિવાર સાથે વિચરતા તેમના જેવામાં આવ્યા. તે મહામુનિની મૂતિ ઘણી ભવ્ય અને પ્રઢ હતી. કદાવર શરીર ઉપર તપસ્યાનું તેમજ જ્ઞાનનું તેજ પ્રકાશી રહ્યું હતું. મનહર હસતું વદન પ્રસન્નતાથી ભરપૂર હતું. તેમાંથી દયાના કિરણે પ્રસરતા હતા. શરીર પ્રચંડ છતાં તેમાં શાંતિની છાયા . દેખાતી હતી. આ મહા મુનિને જોઈ શકચંદ્ર સાનંદાશ્ચર્ય થઈને બે“ભાઈ સત્યચંદ્ર, આ મહાત્માની મનહર શાંત મૂર્તિનાં દર્શન કરે. મને લાગે છે કે, આ કેઈ વિદ્વાન મહાત્મા છે. જે આપણે તેમને શરણે જઈએ તે આપણે શંકાઓના જાળમાંથી હૃદયને મુક્ત કરી શાંતિ મેળવી શકીએ. કેમ તમારે શે અભિપ્રાય છે?” શોધચંદ્ર હષિત વદને જણાવ્યું, " ધર્મબંધુ! તમારા હૃદયમાં જે ભાવના પ્રગટી છે. તે જ ભાવના મારા હૃદયમાં પ્રગટી છે. આ