________________ (14) આત્મતિ, स्यात् अस्ति अव्यक्तव्यं / 6 स्यात् नास्ति अव्यक्तव्यं / 7 स्यात् अस्ति नास्ति अव्यक्तव्यं // આ સપ્તભંગીને કમ સંક્ષેપમાં કહે છે. તે ગુરૂદ્વારા વિસ્તારથી સમજી શકાય છે. તેવી રીતે દરેક પદાર્થ સપ્તભંગી ન્યાયે ઘટાવી શકાય છે, એવી રીતે આપણા આગમમાં સપ્ત નય છે, તેમાંના શબ્દ નયની અપેક્ષાએ કહેવામાં આવે તે તેની સત્યતા સાબીત થઈ શકે છે.” સત્યચંદ્ર આનંદના આવેશથી બોલી ઉઠે. “ધર્મભ્રાતા ! આપે સંક્ષેપમાં જે સપ્તભંગીની વાત દર્શાવી, તે સાંભળી મને ઘણે આનંદ થયે છે. મેં તે વિષે વાંચેલું છે, પણ આમ સંક્ષેપથી કહેવામાં મારી શક્તિ ચાલે નહીં. હવે તમેએ સાત નયની વાત દર્શાવી, તે વિષે મારા વાંચવામાં આવ્યું છે, પણ તેને સંક્ષેપરીતે જાણવાની મારી ઈચ્છા છે, તે તમે કૃપા કરી સંક્ષેપમાં સમજાવશે. વિસ્તાર કરતાં સંક્ષેપમાં સમજાએલી વાત સારી રીતે યાદ રહી શકે છે.” શોધકચંદ્ર અંગમાં ઉમંગ લાવીને બે-ધર્મબંધુ ! એ સાત નયનું વિવેચન નયચક્રાદિક, નયકણિકામાં સારી રીતે કરેલું છે. તેને સાર આ પ્રમાણે છે-“જીવ, એ વ્યવહાર નયથી અનિત્ય છે, અને નિશ્ચયનયથી નિત્ય છે, જેમકે, જ્યારે જીવ મૃત્યુ પામે છે, ત્યારે આપણે તેને નાશ થયે” એમ કહીએ છીએ-આ વ્યવહાર નય છે. નિશ્ચય નયથી જોતાં જીવ કદિ પણ મૃત્યુ પામતેજ નથી. તે માત્ર એક શરીર છોડી બીજા શરીરને ધારણ કરે છે. તેથી શરીરને નાશ થાય છે, કાંઈ શરીર ધારી જીવને નાશ થતો નથી-આ નિશ્ચય નય પ્રમાણે માન્યતા છે. વળી જીવ એ નિશ્ચય નયથી પરમાત્મા છે, કારણ કે પરમાત્માના ગુણે દરેક જીવની સત્તામાં રહેલા છે. તે વિષે તલ અને તેલનું દષ્ટાંત પણ અપાય છે. જેમ તલમાં રહેલું તેલ બાહર કાઢેલા તેલની સદશ છે, તેથી તલ એ નિશ્ચય નથી તેલ કહેવાય છે અને વ્યવહાર નયથી તલ કહેવાય છે. જેમ તલ અને તેલ ભિન્ન કહેવાય છે, તેમ શરીર ધારી જીવ વ્યહાર નયથી જીવ કહેવાય છે અને પરમાત્મા તેનાથી ભિન્ન ગણાય છે. તે સાત નયના નામ આ પ્રમાણે છે१ नैगम, 2 संग्रह, 3 व्यवहार, 4 ऋजुसूत्र, 5 शब्द, 6 समभिरूढ