________________ (12). આત્મતિ, છે કે, “આ જગતને કર્તા ઈશ્વર નથી, આ અનાદિ છે.” કઈ “પરમેશ્વરની પ્રતિમાને પરમેશ્વર તરીકે માનવાને ઉપદેશ કરે છે,” ત્યારે કેઈ બીજે કહે છે કે, “પ્રતિમા પૂજવાથી પાપ લાગે છે.” ધર્મ ભાઈ ! આ પ્રમાણે વિવિધ ધર્મોની અંદર પરસ્પર વિરૂદ્ધતા આવ્યા કરે છે, તેમાં “સત્ય શું છે, કયા ધર્મની મહત્તા છે અને કયે ધર્મ ન્યૂન છે, એ કાંઈ નિશ્ચય થઈ શક્યું નથી.” - સત્યચંદ્રનાં આ વચન સાંભળી શોધકચંદ્ર બોલ્યા–“ભાઈ ! તમે કહે છે, તે અક્ષરશઃ સત્ય છે. મારા હૃદયમાં પણ એવી શંકાઓ ઘણીવાર ઉઠયા કરે છે. ભદ્ર! તે શિવાય વળી મારા હૃદયમાં એક એવી શંકા થયા કરે છે કે, “ધર્મ કરવાથી સુખ થાય છે.” એમ સર્વ શાસ્ત્રો જણાવે છે, છતાં ઘણે સ્થળે ધર્મ પુરૂષ દુઃખી અને પાપી પુરૂષ સુખી જોવામાં આવે છે. તેને માટે લેકેમાં એવી કહેવત છે કે, “કસાઈને ઘેર કુશળ અને ધર્મીને ઘેર ધાડ” આ કહેવત ઘણે ઠેકાણે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. ભાઈ સત્યચંદ્ર! આપણે કર્મના સિદ્ધાંત પ્રમાણે એ વાત કેવી રીતે છે તે જાણી શકીએ છીએ, પણ જેઓ શાસ્ત્રનું પૂરું જ્ઞાન ન ધરાવતા હોય અને સર્વદા સકામ ભક્તિ કરતા હોય, તેવાઓને માટે તે આ વાત નાસ્તિકતાને ઉત્પન્ન કરનારી થઈ પડે. તેવા લેકે પછી નાસ્તિક બની ભેગવિલાસ કરવામાં પ્રવર્સ અને આ સંસારને સાર રૂપ માની તેમાં થતા પારલેકિક અનર્થોને સ્વીકાર કરવા મંડી પડે. આવા દેડ પિષી અને ભેગવિલાસી મનુષ્ય પછી દેહને દમન કરવાના વ્રત ઉપવાસ આદિ આચરતા નથી અને પિતાનું જીવન ધર્માચાર વિના પશુવત્ નિર્ગમન કરે છે. * ધર્મબંધુ! એક સ્થળે મારા વાંચવામાં આવ્યું હતું કે, “કઈ પણું ધર્મને પક્ષપાત નહીં કર જોઈએ. જે સત્ય લાગે તેને આદર કરવું જોઈએ. બધા ધર્મો બધી વાતે કાંઈ ખોટા નથી, તેમ બધી વાત ખરી નથી. બધા ધર્મો કઈ કેઈ અપેક્ષાએ જ ખરા કરે છે, તેથી જે તે ધર્મ અપેક્ષાથી કહેવામાં આવે અને તેને પરમાર્થ સમજવામાં આવે તે તેનું જેવું હોય તેવું સ્વરૂપ માલુમ પડે છે. તે લેખકને આ આશય મને ઠીક લાગે હતા. જો કે તેમાં પણ કેટલીક વાત આપેક્ષિક છે, તથાપિ એકંદર તે સિદ્ધાંત માન્ય કરવા ગ્ય છે.”